નવી દિલ્હીઃ કેનેડા મેક્સિકો, નાઇજીરિયા અને પનામા સહિત વિશ્વના 50 દેશોએ પોતાના રસીકરણ અભિયાન માટે કોવિન જેવી સિસ્ટમમાં રસ દાખવ્યો છે અને ભારત 'ઓપન સોર્સ સોફ્ટવેર' ફ્રીમાં શેર કરવા માટે તૈયાર છે. એક વરિષ્ઠ અધિકારીએ સોમવારે આ જાણકારી આપી છે. કોવિડ-19 રસી માટે અધિકાર પ્રાપ્ત સમૂહના અધ્યક્ષ ડો. આર એસ શર્માએ કહ્યુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અધિકારીઓને સોફ્ટવેરનું એક ઓપન સોર્સ વર્ઝન તૈયાર કરવા અને તેમાં ઈચ્છા રાખનાર કોઈપણ દેશને ફ્રીમાં ઉપલબ્ધ કરાવવાનો નિર્દેશ આપ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શર્માએ કહ્યુ- કોવિન મંચ એટલું લોકપ્રિય થઈ ગયું છે કે મધ્ય એશિયા, લેટિન અમેરિકા, આફ્રિકાના આશરે 50 દેશોએ કોવિન જેવી સિસ્ટમમાં રસ દાખવ્યો છે. તે બીજા લોક સ્વાસ્થ્ય શિખર સંમેલન 2021ને સંબોધિત કરી રહ્યા હતા. તેનું આયોજન ભારતીય ઉદ્યોગ સંઘ (સીઆઈઆઈ) એ કર્યુ હતું. તેમણે કહ્યું કે, વિશ્વભરના સ્વાસ્થ્ય અને ટેક્નોલોજી નિષ્ણાંતોનું એક વૈશ્વિક સંમેલન 5 જુલાઈએ ડિજિટલ રીતે આયોજીત થશે અને આ કાર્યક્રમમાં ભારત જણાવશે કે આ સિસ્ટમ ક્યા પ્રકારે કામ કરે છે. 


શર્માએ કહ્યુ- અમે વિશ્વને જણાવી રહ્યાં છીએ કે આ સિસ્ટમ કઈ રીતે કામ કરી શકે છે અને અમે કોઈપણ દેશની સાથે ઓપન સોર્સ સોફ્ટવેર ફ્રીમાં આપવા માટે ક્યા પ્રકારે તૈયાર છીએ. કેનેડા, મેક્સિકો, પનામા, પેરૂ, અજરબૈઝાન, યૂક્રેન, નાઇજીરિયા, યુગાન્ડા વગેરે દેશોને તેમાં રસ છે. સૂત્રોએ જણાવ્યું કે વિયતનામ, ઇરાક, ડોમિનિકન ગણરાજ્ય, સંયુક્ત અરબ અમિરાત જેવા અન્ય દેશોએ પણ પોતાને ત્યાં કોવિડ કાર્યક્રમ ચલાવવા માટે કોવિન મંચ વિશે ઈચ્છા દેખાડી છે. 


આ પણ વાંચોઃ Twitter એ ભારતના નક્શા સાથે કરી છેડછાડ, J&K અને લદ્દાખને અલગ દેશ તરીકે દેખાડ્યા


શર્માએ કહ્યુ કે, પાંચ મહિનામાં કોવિન 30 કરોડથી વધુ રજીસ્ટ્રેશન અને રસીકરણને સંભાળવા લાયલ થઈ ગયું છે. તેમણે કહ્યું- આ એક નાગરિક કેન્દ્રીત મંચ છે અને જિલ્લા સ્તર પર સુધી એક સાચી માહિતીનો એક સ્ત્રોત ઉપલબ્ધ કરાવે છે. શરૂઆતથી તે નક્કી કરવામાં આવ્યું હતું કે આ મંચનો ઉપયોગ કાર્યક્રમ નક્કી કરવા, તેને ફરીથી નિર્ધારિત કરવા કે તેને રદ્દ કરવા માટે કરી શકાય. શર્માએ કહ્યુ કે, 1.3 અબજ લોકોનું રસીકરણ કોઈ મામૂલી કામ નથી. તેમણે કહ્યું કે, કોવિન જેવા મંચનો વિકાસ દેખાડે છે કે ભારતમાં આ પ્રકારની મોટી ડિજિટલ સિસ્ટમ વિકસિત કરવાની ક્ષમતા છે. 


દિલ્હી એમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યુ કે, મહામારીએ સ્વાસ્થ્ય સંબંધિત પૂરી વ્યવસ્થા અને જાહેર સ્વાસ્થ્ય પાયાના માળખાને વિઘ્ન પહોંચાડ્યું છે. તેમણે કહ્યું, હવે આગણે આગળ જોવું અને પોતાની જાહેર સ્વાસ્થ્ય સિસ્ટમને મજબૂત બનાવવાની જરૂરીયાત છે. આપણે ભવિષ્યમાં આવી મહામારી માટે તૈયાર રહેવાની જરૂર છે. અમારો મૂળ ઉદ્દેશ્ય અંતરિયાળ ક્ષેત્રોમાં સમાન પહોંચનો છે. સ્વાસ્થ્યને જીડીપીના ટકાવારીના રૂપમાં જોવી મહત્વપૂર્ણ છે. સ્વાસ્થ્ય રાજ્યનો વિષય છે પરંતુ હાલ રાજ્યો વચ્ચે સમન્વયની કમી છે. 
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube