લંડન : હાલમાં થયેલા એક રિસર્ચ પછી તારણ કાઢવામાં આવ્યું છે કે વિટામીન ‘એ’ના વધારે સેવનથી હાડકાંની ઘનતા ઓછી થઈ શકે છે જેના કારણે હાડકાં નબળાં પડીને તૂટવાનો ખતરો વધી જાય છે. સ્વિડનની યુનિવર્સિટી ઓફ ગોથનબર્ગના સંશોધનકર્તાઓએ પોતાના રિસર્ચના આધારે લોકોને પોતાના આહારમાં વિટામીન એના સમાવેશ મામલે સતર્ક થવાની સલાહ આપવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિટામીન એ વિકાસ, દૃષ્ટિ, પ્રતિરોધક ક્ષમતા તેમજ અંગોની યોગ્ય કામ કરવાની ક્ષમતા જળવાઈ રહે એ માટે મહત્વનું છે. આપણું શરીર વિટામીન એ બનાવવા માટે અક્ષમ હોય છે. જોકે આહારમાં દૂધ, દૂધની બનાવટો અને શાકભાજી યોગ્ય રીતે લેવામાં આવે તો શરીરને પૂરતા પ્રમાણમાં વિટામીન એ મળી શકે છે. 


સંશોધનકર્તાઓ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે જો વિટામીન એ વધારે પ્રમાણમાં લેવા જાય તો હાડકાંને નુકસાન થવાની શક્યતા વધી જાય છે. આ રિસર્ચ જર્નલ ઓફ એન્ડોક્રાઇનોલોજીમાં પ્રકાશિત થયું છે. 


હેલ્થને લગતા આર્ટિકલ વાંચવા કરો ક્લિક....