મહારાષ્ટ્ર: ઓવેસી અને પ્રકાશ આંબેડકરની પાર્ટી ગઠબંધન કરી 2019ની ચૂંટણીમાં ઉતરશે
એઆઇએમઆઇએમ પ્રમુખ અસદુદ્દીન ઓવેસીએ જણાવ્યું હતું કે બંને પાર્ટીઓ વચ્ચે શરૂઆતની વાતચીતમાં સકારાત્મક પરિણામ જોવા મળ્યા છે.
મુંબઇ: ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદ-ઉલ-મુસ્લિમમેન (એઆઇએમઆઇએમ) અને ભારિપા બહુજન મહાસંઘ (બીબીએમ) 2019માં લોકસભા અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ગઠબંધન કરશે. પાર્ટીના નેતાઓએ શનિવારે જાહેરાત કરી હતી.
એઆઇએમઆઇએમ પ્રમુખ અસદુદ્દીન ઓવેસીએ જણાવ્યું હતું કે, બંને પાર્ટીઓ વચ્ચે શરૂઆતની વાતચીતમાં સકારાત્મક પરિણામ જોવા મળ્યા છે. ઓવેસીએ કહ્યું, પ્રકાશ આંબેડકર (બીબીએમ પ્રમુખ) બે ઓક્ટોબરે ઓરંગાબાદમાં જનસભાને સંબોધિત કરશે જેમાં હું હાજર રહીશ. ગઠબંધનના ઔપચારિક ફોર્મેટ પછીથી જાહેર કરવામાં આવશે.
ઓરંગાબાદથી એઆઇએમઆઇએમના ધારાસભ્ય ઇમ્તિયાઝ જલીલે કહ્યું હતું કે, ગઠબંધનનો વિચાર 70 વર્ષોથી દલિતો, મુસ્લિમો અને અન્ય ઓબીસી વર્ગના લોકોને સાથે લાવવાનો હતો. તેમની પાસે રાજકારણમાં યોગ્ય પ્રતિનિધિત્વ નથી અને તેમનો ઉપયોગ વોટ બેંક માટે કરવામાં આવતો હતો.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ‘આ બધી કહેવાતી ધર્મનિરપેક્ષ પાર્ટીઓ માટે શરમજનકની વાત છે કે મહારાષ્ટ્રાથી સાંસદમાં મુસ્લિમ સમુદાય માટે કોઇ પ્રતિનિધિત્વ નથી. દરેક લોકો તેમનો વોટ માંગે છે પરંતુ પ્રતિનિધિત્વ કોઇ કરવા માંગતુ નથી. દલિતોમાં પણ આ સ્થિતિ જોવા મળી રહી છે.’ પૂર્વ ધારાસભ્ય અને બીબીએમના નેતા હરીભાઉ ભાલેએ કહ્યું હતું કે, દલિત, મુસ્લિમ અને અન્ય ઓબીસી વર્ગ મુખ્યપ્રવાહની પાર્ટીઓથી હેરાન છે.
શું કહ્યું કોંગ્રેસે અને એનસીપીએ?
આ વચ્ચે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)એ કહ્યું હતું કે, એઆઇએમઆઇએમ-બીબીએમ ગઠબંધન એક પ્રયોગ છે. જે અસરકારક રહેશે નહીં. રાકાંપાના પ્રવક્તા નવાબ મલિકે કહ્યું હતું કે, ‘નાંદેડમાં ગત વર્ષે આ પ્રયોગને નકારવામાં આવ્યો હતો.’
મલિકએ દાવો કહ્યો છે કે, ‘નાંદેડમાં લોકોએ એઆઇએમઆઇએમ અને ભંડાર-ગોંદિયામાં બીબીએમને કેમ નકાર્યો હતો. આ રીતના પ્રગોય કોઇ પ્રકારનો રાજકારણમાં ફાયદો કરવી શકતા નથી. કેમ કે લોકો જાણે છે કે શું કરવાનું છે. તેઓ ભાજપ અને શિવસેનામાંથી કોઇ પણ એક પાર્ટીને પ્રાધાન્યતા આપશે. કોઇ પણને આવા પ્રયોગમાં રસ નથી. રાજ્યમાં આ બિનજરૂરી રહેશે.’
કોંગ્રેસે આંબેડકરને એઆઇએમઆઇએમથી ગઠબંધન કરવાને કમનસીબ જણાવ્યું. મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા સચિન સાવંતએ કહ્યું હતું કે, આ ખુબ જ કમનસીબી છે કે આંબેડકર એઆઇએમઆઇએમ જેવી એક સાંપ્રદાયિક પાર્ટીની સાથે જોડાઇ રહ્યા છે. એઆઈએમઆઈએમ એક પાર્ટી છે જે ભાજપને ટેકો આપે છે અને તેના એજન્ડા ચલાવે છે. આ પાર્ટી સાથે આંબેડકરજીનું જોડવું એ દુ:ખદ છે.