દેશની 51% સંપત્તીના માલિક છે માત્ર 9 ધનકુબેર, સમગ્ર અહેવાલ છે ચોંકાવનારો
ભારતમાં કરોડપતિઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે પરંતુ ગરીબી હટવાનું નામ નથી લઇ રહી, જેની પાસે પૈસા છે તેને સતત વધી રહ્યા છે પરંતુ જેમની પાસે નથી તેમને કોઇ જ ફરક નથી પડતો
નવી દિલ્હી : પૈસાદાર દિવસેને દિવસે તવંગર બનતા જાય છે અને ગરીબ દિવસેને દિવસે ફકીર આ કહેવત તો આપણે અવાર નવાર સાંભળતા હોઇએ છીએ. પરંતુ એક રિપોર્ટ અનુસાર આ બાબત હવે સાચી સાબિત થઇ રહી છે. એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે, ભારતમાં હાલનાં કરોડપતિઓની સંપત્તીમાં 2018માં પ્રતિ દિવસ આશરે 2200 કરોડ રૂપિયાનો વધારો થયો છે. દેશની વસ્તી કુલ 1 ટકા લોકોની સંપત્તી ગત્ત વર્ષ 39 ટકા અનુસાર વધી છે.
વારાણસીમાં આજથી પ્રવાસી ભારતીય દિવસ, યોગીએ કહ્યું,'અતિથિ દેવો ભવ:'
Oxfamનાં રિપોર્ટ અનુસાર ભારતની અડધી વસ્તીનો આર્થિક વિકાસ ગત્ત વર્ષે ખુબ જ ઓછી ગતિઓ આગળ વધ્યો. 50 ટકાથી વધારે લોકોની સંપત્તીમાં 3 ટકાના દરે વધારો થયો. જ્યારે વૈશ્વિક રીતે જોઇએ તો વિશ્વનાં કરોડપતિઓની સંપત્તિમાં પ્રતિ દિવસ 12 ટકાની દ્રષ્ટીએ વધારો થાય છે. જ્યારે વિશ્વમાં રહેલા ગરીબ લોકોની સંપત્તીમાં 11 ટકાનું નુકસાન જોવા મળી રહ્યું છે. દેશની સૌથી વધારે સંપત્તી કુલ 9 અમીરો પાસે છે. આ સંપત્તી દેશની કુલ સંપત્તીનાં 50 ટકા કરતા પણ વધારે સંપત્તી છે.
યૂનિવર્સિટી 2 કરોડ આપીને જેલમાં સુખ સુવિધાનો ફાયદો ઉઠાવી રહ્યા છે શશિકલા: દાવો
આ રિપોર્ટ અનુસાર ભારતમાં હાલનાં 13.6 કરોડ લોકો જે દેશની વસ્તીનાં 10 ટકા ગરીબ છે, તેઓ હાલમાં પણ દેવાદાર બનેલા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, Oxfamનાં આ રિપોર્ટમાં દાવોસમાં યોજનારા વર્લ્ડ ઇકોનોમિક ફોરમ પહેલા સામે આવ્યો છે. વિશ્વનાં આશરે 26 લોકો એવા છે જેમની પાસે 3.8 બિલિયન લોકો કરતા પણ વધારે સંપત્તી છે. ગત્ત વર્ષે આ આંકડો 44 ટકાનો હતો. ઉદાહરણ તરીકે એમેઝોન ફાઉન્ડર Jeff Bezos પાસે હાલ 112 બિલિયન ડોલરની સંપત્તી છે, જે ઇથોપિયા જેવા દેશનાં કુલ બજેટ જેટલી છે. જ્યાં 115 મિલિયન જેટલી વસ્તી છે.
LoC નજીક છે 8 આતંકવાદી જુથ, મોટા હુમલાનું કાવત્રું રચી રહ્યું છે પાકિસ્તાન
જો ભારતમાં જોઇએ તો 10 ટકા લોકો પાસે દેશની 77.4 ટકા સંપત્તી છે. તેમાંથી એક ટકા પાસે કુલ 51.53 ટકા સંપત્તી છે. જ્યારે 60 ટકા લોકો પાસે માત્ર 4.8 ટકા સંપત્તી જ છે. રિપોર્ટ અનુસાર 2018થી 2022 વચ્ચે ભારતમાં રોજિદી રીતે 70 અમીરો વધશે. 2018માં ભારતમાં આશરે 18 નવા અબજોપતિ બન્યા. દેશમાં તેમની કુલ સંખ્યા હવે 119 થઇ ચુકી છે. જેમની પાસે 28 લાખ કરોડ રૂપિયાની કુલ સંપત્તી છે.