મને શંકા છે કે ભાજપ શાંતિ નહીં યુદ્ધ ઇચ્છે છે: પી. ચિદમ્બરમ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે મંગળવારે કહ્યું કે તેમને શંકા છે કે ભાજપ શાંતિ નહીં યુદ્ધ ઇચ્છે છે અને તેમણે ભગવા પાર્ટી પર તેમના ચૂંટણી ઢંઢેરામાં ‘કથિત રાષ્ટ્ર સુરક્ષા’ પર સખત વલણ અપનાવવાની વાત કહીં તેમની નિષ્ફળતાઓને છુપાવાનો પ્રયત્ન કરવાનો આરોપ લગાવ્યો છે.
શિવગંગા (તમિલનાડુ): કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે મંગળવારે કહ્યું કે તેમને શંકા છે કે ભાજપ શાંતિ નહીં યુદ્ધ ઇચ્છે છે અને તેમણે ભગવા પાર્ટી પર તેમના ચૂંટણી ઢંઢેરામાં ‘કથિત રાષ્ટ્ર સુરક્ષા’ પર સખત વલણ અપનાવવાની વાત કહીં તેમની નિષ્ફળતાઓને છુપાવાનો પ્રયત્ન કરવાનો આરોપ લગાવ્યો છે. ચિદમ્બરમે કલમ 370 અને 35Aને લઇને ભાજપના વલણ પર પ્રહાર કરતા કહ્યું કે આ બંધારણીય જોગવાઈઓ રદબાતલ કરવાની વાત કહેનાર જમ્મૂ કાશ્મીરમાં ‘મોટી આપત્તિ’ ના બીજ વાવી શકે છે.
વધુમાં વાંચો: રાફેલ મામલે આજે સુપ્રીમ કોર્ટ આપશે ચૂકાદો, દાખલ કરી હતી પુનર્વિચાર અરજી
લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Elections 2019) દરમિયાન ભાજપના રાષ્ટ્રવાદના મુદ્દે પાર્ટી કેવીરીતે મુકાબલો કરશે તે પૂછવા પર ચિદમ્બરમે પીટીઆઇ-ભાષાને એક સાક્ષાત્કરમાં જણાવ્યું, ‘ભાજપ તેના પર તો બોલશે નહીં કે, તેમણે શું કર્યું, શું કરી શકી નથી અને નિષ્ફળ રહી.’
વધુમાં વાંચો: દંતેવાડ: ભાજપ ધારાસભ્યને ચેતવણી અપાઇ હતી, ચૂંટણી કાર્યક્રમ યથાવત્ત: ડીજી
તેમણે કહ્યું કે, ભાજપના ચૂંટણી ઢંઢેરામાં નોટબંધીની વાત નથી. હવે તેઓ બે કરોડ નોકરીઓની વાત નથી કરી રહ્યાં જે નિષ્ફળતાને સ્વીકાર કરવાની છે. કેમકે તેમણે આ બધી નિષ્ફળતાઓને છુપાવાની છે. એટલા માટે જેને રાષ્ટ્ર સુરક્ષા કહી રહ્યાં છે તેના પર કડક વલણ દેખાડી રહી છે.
મુંગેર: ઉમેદવારી દાખલ કરવા આવેલ બસપા ઉમેદવારની પોલીસે બારોબાર ધરપકડ કરી લીધી
ચિદમ્બરમે કહ્યું કે, એવો કોઇ ડર ન હતો કે, કોઇ દિવસ, કોઇપણ સમયે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ શરૂ થઇ જશે. એટલા માટે કહેવું કે માત્ર ભાજપ જ ભારતને સુરક્ષિત રાખી શકે છે સંપૂણ રીતે ખોટી વાત છે. તેમણે કહ્યું કે, નિષ્ફળતામાં ભાજપના કડક અને વધારીને કરવામાં આવેલા દાવા છે જેનાથી બોર્ડર પર તણાવ વધી ગયો છે. બોર્ડર વિસ્તારમાં રહેતા લોકો ડરમાં જીવી રહ્યાં છે કેમ કે યુદ્ધ કોઇપણ સમય શરૂ થઇ શકે છે. મને શંકા છે કે ભાજપ યુદ્ધ ઇચ્છે છે. મને નથી લાગતુ કે તેઓ શાંતિ ઇચ્છે છે.