Padma Awards 2020: અરુણ જેટલી-સુષમા સ્વરાજને મરણોપરાંત પદ્મ વિભૂષણ, કંગના રનૌતને પદ્મશ્રી
રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મ એવોર્ડ સમારોહ યોજાયો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં પૂર્વ કેન્દ્રીયમંત્રી અરુણ જેટલી અને સુષમા સ્વરાજને મરણોપરાંત પદ્મ વિભૂષણથી સન્માનવામાં આવ્યા.
નવી દિલ્હી: રાષ્ટ્રપતિ ભવનમાં આજે પદ્મ એવોર્ડ સમારોહ યોજાયો. 119 પદ્મ પુરસ્કાર વિજેતાઓને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં પૂર્વ કેન્દ્રીયમંત્રી અરુણ જેટલી અને સુષમા સ્વરાજને મરણોપરાંત પદ્મ વિભૂષણથી સન્માનવામાં આવ્યા. અભિનેત્રી કંગના રનૌત અને સિંગર અદનાન સામીને પદ્મશ્રીથી સન્માનિત કરાયા. ગુજરાતના બાલકૃષ્ણ દોશીને પદ્મ ભૂષણ અને અન્ય 7 હસ્તીઓને પદ્મશ્રી પુરસ્કાર મળ્યા.
ગત વર્ષે કરી હતી સન્માન આપવાની જાહેરાત
અરુણ જેટલીના પત્ની સંગીતા જેટલીને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે એવોર્ડ આપ્યો. સુષમા સ્વરાજ તરફથી આ સન્માન તેમની પુત્રી બાંસુરી સ્વરાજે મેળવ્યું. આ અગાઉ કેન્દ્ર સરકારે વર્ષ 2020માં પૂર્વ કેન્દ્રીય મંત્રીઓ અરુણ જેટલી, સુષમા સ્વરાજ, તથા જ્યોર્જ ફર્નાન્ડિસ, બોક્સર મેરી કોમ અને મોરેશિયસના પૂર્વ પીએમ અનિરુદ્ધ જગન્નાથ સહિત સાત હસ્તીઓને ગણતંત્ર દિવસની પૂર્વ સંઘ્યા પર પદ્મ વિભૂષણથી સન્માનિત કરવાની જાહેરાત કરી હતી.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube