નવી દિલ્હીઃ દુનિયાને શૌચાલયનું મહત્વ સમજાવનાર અને કરોડો લોકોનું જીવન સરળ બનાવનાર સુલભ ઈન્ટરનેશનલના ફાઉન્ડર બિંદેશ્વર પાઠકનું આજે નિધન થયું છે. મંગળવારે તેમણે અંતિમ શ્વાસ લીધા. આજે તમે દેશભરમાં જે સુલભ શૌચાલય જુઓ છે, તે બિંદેશ્વર પાઠક (Bindeshwar Pathak) ની દેન છે. તેમણે સુલભ શૌચાલયને ઈન્ટરનેશનલ (Sulabh International)બ્રાન્ડ બનાવી દીધી. પાઠકે સુલભ શૌચાલયની શરૂઆત કરી હતી. બિહારના વૈશાલી જિલ્લાના એક ગામમાં 2 એપ્રિલ 1943ના તેમનો જન્મ થયો હતો. તેમના નિધન પર પીએમ મોદીએ પણ દુખ વ્યક્ત કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘરમાં 9 રૂમ પણ 1 શૌચાલય નહીં
બિન્દેશ્વર પાઠક 9 રૂમ ધરાવતા ઘરમાં મોટા થયા હતા. પરંતુ એક પણ શૌચાલય ન હતું. ઘરની મહિલાઓ સવારે વહેલા ઊઠીને શૌચ માટે બહાર જતી. દિવસ દરમિયાન બહાર શૌચ કરવું મુશ્કેલ હતું. આ કારણે તેને ઘણી તકલીફો અને બીમારીઓ પણ થતી હતી. આ બાબતોએ તેમને બેચેન બનાવી દીધા. તેઓ આ સમસ્યાનો ઉકેલ લાવવા માંગતા હતા. તેમણે સ્વચ્છતાના ક્ષેત્રમાં કંઈક નવું કરવાનું નક્કી કર્યું અને દેશમાં મોટું પરિવર્તન લાવવાનું કામ કર્યું.


રાજસ્થાનમાં પવન ખેડાએ ઈશારામાં ભાવિ CMના નામનો કરી દીધો ખુલાસો, પાયલોટને ટેન્શન


બનાવ્યું ડિસ્પોઝલ કમ્પોસ્ટ શૌચાલય
ત્યારબાદ 1970માં બિંદેશ્વર પાઠકે સુલભ ઈન્ટરનેશનલની સ્થાપના કરી. આ એક સામાજિક સંગઠન હતું. સુલભ ઈન્ટરનેશનલમાં તેમણે બે ખાડાવાળુ ફ્લશ ટોયલેટ ડેપલોપ કર્યું. તેમણે ડિસ્પોઝલ કમ્પોસ્ટ શૌચાલયનો આવિષ્કાર કર્યો. તેને ઓછા ખર્ચમાં ઘરની આસપાસ મળતા સામાનથી બનાવી શકાય છે. ત્યારબાદ તેમણે દેશભરમાં શૌચાલય બનાવવાનું શરૂ કર્યું. પાઠકને પોતાના કામ માટે ભારત સરકાર તરફથી પદ્મ ભૂષણ સન્માન મળ્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube