નવી દિલ્હી: ગણતંત્ર દિવસના એક દિવસ પહેલા જ દેશના મહત્વપૂર્ણ સન્માન ‘પદ્મ પુરસ્કાર’ની જાહેરાત કરવામાં આવી છે. જેમાં દેશની 4 હસ્તિઓને પદ્મ વિભૂષણ, 14ને પદ્મ ભૂષણ અને 94ને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે. ત્યારે પદ્મશ્રી મેળવનાર લોકોમાં એક એવા વ્યક્તિનું નામ છે જેની વિશે લોકો ઓછું જાણે છે. પરંતુ તેમની જીંદગીમાં તેઓ જે કામ કરી રહ્યાં છે, તે એક ઉદાહરણથી ઓછું નથી. આ છે ઓડિશાના કટકમાં રહેતા ડી પ્રકાશ રાવ. ડી પ્રકાશ છેલ્લા 67 વર્ષથી ચા વેચવાનું કામ કરી રહ્યાં છે. પરંતુ તેમને ચા વેચીને જે પૈસા મળે છે, તેમાંથી મોટા ભાગના પૈસા સમાજ સેવામાં આપી દે છે. જેના કારણે કટક અને આસપાસના વિસ્તારોમાં તેમનું ઘણું સન્માન કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: 70th Republic Day: ગણતંત્ર દિવસની પરેડ હશે ખાસ, 22 ઝાંખીઓમાં જોવા મળશે દેશભક્તિ


ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડી પ્રકાશ રાવના કામથી એટલા પ્રભાવિત થયા છે કે, તેમણે તેની સાથે મુલાકત પણ કરી હતી. 30 મે 2018ના રોજ પીએમએ ‘મન કી બાત’માં ડી પ્રકાશના વિશે જણાવતા કહ્યું કે ‘મને આજે ઓડિશા સ્થિત કટકના એક ચા વેચનાર ડિ પ્રકાશ રાવ સાથે મુલાકત કરવાની તક મળી હતી. તેઓ છેલ્લા 5 દશકથી ચાય વેચવાનું કામ કરી રહ્યાં છે, પરંતુ તેઓ જે કામ કરી રહ્યાં છે તેના વિશે જાણી તમને પણ આશ્ચર્ય થશે. તેઓ એવા 70થી વધારે બાળકોને ભણાવવાનું કામ કરી રહ્યાં છે, જેમની આર્થિક સ્થિતિ ખરાબ હોવાના કારણે સ્કૂલ જઇ શક્તા નથી. એટલું જ નહીં, તેમણે પોતાની ઝૂંપડામાં આશા આશ્વાસન ખોલ્યું છે, જેમાં તેઓ એવા લોકોને આધાર આપી રહ્યા છે, જેમની પાસે પોતાનું ઘર નથી.’


70th Republic Day: રાજપથ પરેડમાં પ્રથમ વખત સામેલ થશે આઝાદ હિંદ ફોજના પૂર્વ સૈનિક


તમને જણાવી દઇએ કે, પ્રકાશ રાવ છેલ્લા 67 વર્ષથી ચા વેચી રહ્યાં છે અને તેમાંથી થતી આવકના મોટા ભાગના પૈસા ગરીબ બાળકોને ભણાવવામાં આપે છે. રાવ એક સ્કૂલ પણ ચલાવે છે. જ્યાં જઇને તેઓ સ્લમ વિસ્તારના બાળકોને મફતમાં ભણાવે છે અને સ્કૂલ બાદ તેઓ રોજ હોસ્પિટલ જાય છે, જ્યાં તેઓ હોસ્પિટલમાં દર્દીઓ અને તેમના પરિવારજનોની સેવા કરે છે અને ગરમ પાણી પહોંચાડે છે. જણાવી દઇએ કે આ ડી પ્રકાશ રાવનું નિયમિત કાર્ય છે. આ ઉપરાંત તેઓ જરૂરીયાત પડવા પર રક્તદાન પણ કરે છે. તેઓ સ્કૂલમાં અભ્યાસ માટે ન ગયા હોવા છતાં તેઓ હિન્દી અને અંગ્રેસી ખુબ જ સારી રીતે બોલે છે. જેના કારણે તેઓ બાળકોને સારી રીતે અભ્યાસ કરાવી શકે છે. આ કારણ છે કે આજે તેમનું નામ એવી હસ્તીઓમાં સામેલ છે, જેમને દેશના મહત્વૂપ્ણ પુરસ્તારથી સન્માનીત કરવામાં આવી રહ્યાં છે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...