નવી દિલ્હી : મધ્યપ્રદેશના દમોહ જિલ્લામાં એક મહિલાએ પોતાની 15 દિવસના નવજાત બાળકીને ગોદમાં બેસાડી અગ્નિસ્નાન કરવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. દર્દનાક આ કિસ્સામાં માતાનું મોત નીપજ્યું છે તો નવજાત બાળકી મોત અને જીંદગી વચ્ચે જંગ લડી રહી છે. મહિલા દ્વારા આગ લગાડાયાની જાણકારી મળતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને આગ ઓલવી હતી પરંતુ આ પહેલા મહિલા ગંભીર રીતે દાઝી જતાં તેણીનું મોત નીપજ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દર્દનાક આ કિસ્સો દમોહ જિલ્લાના રજપુરા થાનાતંર્ગત કરગોઇ ગામનો છે. જ્યાં એક આદિવાસી મહિલાએ પોતાની 15 દિવસની માસૂમને ગોદમાં બેસાડી પોતાને આગ લગાડી હતી. સોમવારે મોડી સાંજે બનેલી આ ઘટનાની જાણકારી મળતાં જ પડોશીઓએ આગ ઓલગી હતી અને બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં મહિલાનું મોત નીપજ્યું હતું અને નવજાતને પણ ગંભીર ઇજા થઇ હતી. જોકે હાલમાં એ જીવન મોત વચ્ચે ઝઝૂમી રહી છે. 


મૃતક મહિલાના પતિ ધરમદાસના જણાવ્યા અનુસાર ઘટના સમયે તે ઘરે હાજર ન હતો. સાંજે 5 વાગ્યાના અરસામાં જે ન્હાવા ગયો હતો. પરંતુ જેવો તે પરત આવ્યો તો એણે જોયું કે ઘરની બાજુમાં લોકોની ભીડ જામેલી હતી. લોકોને પુછતાં ખબર પડી કે શિવાની (મૃતક મહિલા)એ પોતાની પુત્રીને ગોદમાં લઇ પોતાને આગ લગાવી હતી. જાણકારી મળતાં જ તે હોસ્પિટલ પહોંચ્યો હતો જોકે આ દરમિયાન એની પત્નીનું મોત નીપજ્યું હતું. 


ગંભીર રીતે દાઝી ગયેલ નવજાતને હાલમાં બર્ન વોર્ડમાં રાખવામાં આવી છે. જ્યાં સારવાર ચાલી રહી છે. પોલીસના જણાવ્યા અનુસારા હજુ સુધી પરિવારના સભ્યોના નિવેદન લેવાયા નથી. ઘટના સ્થળની તપાસ અને બંને પક્ષોના નિવેદન બાદ જ ઘટનાના કારણ અંગે ખુલાસો થઇ શકશે. મૃતક મહિલાનું પંચનામું કરી લાશને હાલ લાશગૃહમાં રાખવામાં આવી છે.