નવી દિલ્હી: તમે હોરર ફિલ્મોમાં તો જોયું હશે કે ધડ વગર માત્ર પગ દોડાદોડી કરતા હોય. પરંતુ હાલ એક એવો વીડિયો વાયરલ થયો છે જે જોયા બાદ તમે ચોંકી જશો. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સફેદ રંગનું પેન્ટ પહેરીને બે પગ આમતેમ દોડી રહ્યા છે. આ પગ ઉપરથી ધડ ગાયબ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ છે. અત્રે જણાવવાનું કે આ વીડિયો The Hidden Undervelly 2.0 નામની યુટ્યુબ ચેનલ પર શેર કરાયો છે. અત્યાર સુધીમાં 94 હજારથી વધુ લોકોએ જોયો છે. લોકો આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. 


Taliban એ સત્તા પર આવતા જ પાકિસ્તાનને આપ્યો જોરદાર ઝટકો, કાશ્મીર મુદ્દે આપ્યું આ નિવેદન


શું છે વાયરલ વીડિયોમાં
વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ પોતાના પાળતું સસલાનો વીડિયો શૂટ કરી રહ્યો છે. વીડિયો બનાવતી વખતે એક બાળક પણ સસલાને જોઈ રહ્યો છે. અચાનક ત્યારે જ ગલીમાં સફેદ રંગના પેન્ટમાં બે પગ દોડતા  દેખાય છે. આ પગનો ઉપરનો ભાગ ગાયબ છે. આ જોઈને બાળક ગભરાઈ જાય છે. 


જુઓ Viral Video


Online ફૂડ ઓર્ડર કરનારા...એકવાર જોઈ લો આ Video, ડિલિવરી બોયની હરકત કેમેરામાં કેદ


ભૂતિયો વીડિયો ગણાવે છે લોકો
આ વીડિયો વાયરલ થયા બાદ લોકો તેના પર જાત જાતની પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકો આ વીડિયો ભૂતિયો વીડિયો ગણાવે છે. કેટલાક પ્રેંક વીડિયો ગણાવે છે. આ વીડિયો ક્યાંનો છે તે વાતની હજુ પુષ્ટિ થઈ નથી. પરંતુ આ વીડિયો જોઈને લોકો ચોક્કસપણે ચોંકી ગયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube