હનીટ્રેપઃ ભારતીય યુવાનોને ફસાવવા પાક. આતંકી સંગઠનોની નવી ચાલ
પોલીસને માહિતી મળી હતી કે, આતંકવાદીઓ શહેરમાં હથિયાર અને દારૂગોળાની દાણચોરી કરવાના પ્રયાસ કરી રહ્યા છે
શ્રીનગરઃ પાકિસ્તાનમાં રહેલા આતંકવાદી સંગઠનોએ ભારતીય યુવકોને આતંકવાદ તરફ આકર્ષિત કરવા માટે 'હનીટ્રેપ'નો ઉપયોગ શરૂ કર્યો છે. મહિલાઓ દ્વારા ફસાવામાં આવેલા આ યુવાનોનો ઉપયોગ તેઓ હથિયાર લાવવા-લઈ જવા કે પછી આતંકવાદીઓની ભારતીય સરહદના અંદર ઘુસણખોરી કરવા માટે ગાઈડ તરીકે કરવાની યોજના છે. અધિકારીઓએ જણાવ્યું કે, ગુપ્ત માહિતીના આધારે બાંદીપોરાના પખવાડા ભરમાંથી આવું કામ કરતી એક મહિલા સૈયદ શાઝિયાની ધરપકડ કરવામાં આવી છે.
આ મહિલના ફેસબુક, ઈન્સ્ટાગ્રામ જેવી સોશિયલ સાઈટ પર અનેક એકાઉન્ટ હતા, જેને ઘાટીના અનેક યુવકો ફોલો કરતા હતા. તેમણે જણાવ્યું કે, કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ દ્વારા છેલ્લા 7મિહના દરમિયાન શાઝિયા દ્વારા ઉપયોગ કરવામાં આવતા સોશિયલ મીડિયાના એકાઉન્ટ ઉપર 'ઈન્ટરનેટ પ્રોટોકોલ' અંતર્ગત નજર હતી.
તે યુવાનો સાથે વાત કરતી હતી અને કહેતી હતી કે જો એ તેને મળવા માગે છે તો કોઈ એક સામાનને એક સ્થાનેથી બીજા સ્થાને પહોંચાડી આપવાનો રહેશે. શાઝિયા પોલીસ વિભાગમાં પણ અનેક અધિકારીઓ સાથે સંપર્કમાં હતી. જોકે, અધિકારીઓએ આ બાબતને "ડબલ ક્રોસ"ની એક સામાન્ય રણનીતિ જણાવી છે, કેમ કે તે સરહદ પાર પોતાુના આકાઓને ભારતીય સૈનિકોની હિલચાલ અંગે એવી માહિતી પહોંચાડતી હતી જે 'અત્યંત સંવેદનશીલ' ન હતી.
પુછપરછ દરમિયાન તેણે તપાસકર્તાઓને જણાવ્યું કે, રાજ્યમાં તેની જેવી અન્ય મહિલાઓ પણ આ કામ કરી રહી છે. તેઓ યુવકોને આતંકવાદ તરફ ખેંચવાનું કામ કરે છે.
ઉલ્લેખનીય છે કે, શાઝિયાની ધરપકડના એક અઠવાડિયા પહેલા ગુપ્ત માહિતીના આધારે 17 નવેમ્હબરના રોજ જમ્મુ-કાશ્મીર પોલીસે અસિયાન જાન (28) નામના યુવકને શહેરની સરહદ પર લાવાપોરાથી 20 ગ્રેનેડ લઈને જતા પકડ્યો હતો. પોલિસને માહિતી મળી હતી કે, આતંકવાદી શહેરમાં હથિયાર અને દારૂગોળો ઘુસેડવાનો પ્રયાસ કરી રહ્યો છે. ત્યાર બાદ ચલાવાયેલા અભિયાનમાં આસિયાનને પકડવામાં આવ્યો હતો.