નવી દિલ્હી : મુંબઇ પર થયેલા આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદના જમાત ઉદ દાવા (જેડીયુ) અને તેના એકમ ફલાહ એ ઇસાનિય ફાઉન્ડેશન (એપઆઇએફ)નો પ્રતિબંધિત નથી કરવામાં આવ્યું, તેને નિગરાની સંગઠનોની યાદીમાં રાખવામાં આવસે. જો કે પાકિસ્તાને એખ પખવાડા પહેલા તેના પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી હતી. પાકિસ્તાન સરકારનાં રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી વિભાગ (એનસીટીએ)ની વેબસાઇટ અનુસાર જેડીયુ અને એફઆઇએફ સંગઠન આતંકવાદી વિરોધી અધિનિયમ 1997ની બીજી અનુસૂચીની કલમ 11 ડી (1) હેઠળ ગૃહ મંત્રાલયની નજર હેઠળ છે. આ વેબસાઇટ સોમવારે જ અપડેટ થઇ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભા 2019: પશ્ચિમ બંગાળમાં આ રણનીતિ સાથે ચૂંટણી મેદાને ઉતરશે વામદળ-કોંગ્રેસ

એનસીટીએની વેબસાઇટ કહે છે કે જેડીયુ અને એફઆઇએફની સર્વેલનમાં રાખવાના સંગઠનોની યાતીમાં નાખવાની માહિતી 21 ફેબ્રુઆરીએ ઇશ્યું કરવામાં આવી છે. હાલ તેણે પોતાની વેબસાઇટ કહેતી હતી કે જેડીયુ અને એફઆઇએએફને જાન્યુઆરી 2017માં નજર રાખવાની યાદીમાં રાખવામાં આવી હતી. 14 ફેબ્રુઆરીએ પુલવામાંમાં સીઆપીએફનાં કાફલા પર ફિદાયીન હુમલા બાદ આતંકવાદી જુથો પર લગામ લગાવવાનાં વૈશ્વિક દબાણ વધવાના કારણે પાકિસ્તાન સરકારે 21 ફેબ્રુઆરીએ જેડીયું અને એફઆઇએફને પ્રતિબંધીત કરવાની જાહેરાત કરી હતી. આ હુમલામાં 40 સીઆરપીએફ જવાન શહીદ થયા હતા. 


બાલકોટ: NTRO સર્વિલાન્સનો દાવો, આતંકવાદી શિબિરમાં એક્ટિવ હતા 300 ફોન

એક વરિષ્ઠ સુરક્ષા અધિકારીએ કહ્યું કે, તેનો અર્થ છે કે પાકિસ્તાને જેડીયુ અને એપઆઇએફના પ્રતિબંધ મુદ્દે અસત્ય કહ્યું છે. અસલમાં તેણે વિશ્વને મુર્ખ બનાવવા માટે એક સર્વેલન્સ લિસ્ટની તારીખોમાં ફેરફાર કર્યા છે. પાકિસ્તાન સરાકારે સોમવારે એક અન્ય આદેશ બહાર પાડ્યો હતો અને કહ્યું કે, તેણે જેડીયું અને એફઆઇએફ જેવા સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર તમામ આતંકવાદી સંગઠનોને જપ્ત કરી લીધી છે. 


1971ના યુદ્ધનો અભિનંદન હજી પણ પાકિસ્તાનની જેલમાં, પરિવારને હજી આશા

અન્ય એક અધિકારીના અનુસાર આ બીજુ કંઇ નહી પરંતુ દશકોથી કરવામાં આવતા છળને જ પાકિસ્તાને આગળ વધાર્યું છે. કારણ કે બંન્ને સંગઠનો પાકિસ્તાનનાં આતંકવાદી વિરોધી અધિનિયમ 1997ની બીજી યાદીમાં નંખાયા છે. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટ અને લાહોર હાઇકોર્ટે 2018માં જેયૂડીની કોઇ પણ સંપત્તી જપ્ત કરવાની વાતને ફગાવી દીધી હતી કારણ કે આ સંગઠનને યાદી-2માં રખાયા હતા. એટલા માટે યાદી-2માં રહેલા કોઇ પણ સંગઠનની સંપત્તી જપ્ત કરી શકાય નહી.