નવી દિલ્હીઃ પાકિસ્તાન તેની નફ્ફટાઈ માટે કુખ્યાત છે અને દરરોજ ભારત સાથે તે કોઈ ને કોઈ હરકત કરતું રહે છે. હવે જાણવા મળ્યું છે કે, પાકિસ્તાનના બે ફાઈટર જેટ (F-16) વિમાને નવી દિલ્હીથી કાબુલ જઈ રહેલા સ્પાઈસ જેટલના વિમાનનો પોતાની હવાઈ સીમામાં લગભગ એક કલાક સુધી પીછો કર્યો હતો. આ ઘટના 23 સપ્ટેમ્બરની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર પાકિસ્તાનના બે F-16 વિમાને સ્પાઈસ જેટના વિમાનને હવામાં રોકવાનો પ્રયાસ કર્યો હતો. પાકિસ્તાને જે સમયે આ કાયરતાપૂર્ણ હરકત કરી હતી ત્યારે સ્પાઈસ જેટની ફ્લાઈટમાં 120 મુસાફર સવાર હતા. પાકિસ્તાની એરફોર્સના પાઈલટે સ્પાઈસ જેટલના પાઈલટને વિમાનની ઊંચાઈ ઘટાડવા અને ફ્લાઈટની સંપૂર્ણ ડિટેઈલ આપવા કહ્યું હતું. 


છેલ્લા 5 દિવસથી એક-બે નહીં 100-100 હાથીઓના ઝુંડે અહીં મચાવી રાખ્યો છે ઉત્પાત


સમાચાર એજન્સી ANIના રિપોર્ટ અનુસાર, સ્પાઈસ જેટના પાઈલટે જવાબ આપતા કહ્યું હતું કે, "આ એક ભારતીય વ્યવસાયિક વિમાન સ્પાઈસ જેટ છે, જે મુસાફરોને લઈને કાબુલ જઈ રહ્યું છે." એ સમયે સ્પાઈસ જેટના વિમાનમાં મુસાફરી કરી રહેલા એક પ્રવાસીએ નામ ન આપવાની શરતે ANIને કહ્યું કે, F-16ના પાઈલટે ઈશારો કરીને સ્પાઈસ જેટલના પાઈલટને વિમાન નીચે લઈ જવા કહ્યું હતું. 


કરતારપુર કોરિડોર સર્વિસ ફી મુદ્દે કેન્દ્ર વિધાનસભા ચૂંટણી પછી પાકિસ્તાન સાથે કરશે ચર્ચા


એવું માનવામાં આવી રહ્યું છે કે, પાકિસ્તાનના લોકોને સ્પાઈસ જેટનો કોડ સમજવામાં ભૂલ થઈ હતી. સ્પાઈસ જેટનો કોડ SG હતો, જેને પાકિસ્તાની પાઈલટ ભ્રમમાં ઈન્ડિયન આર્મી કે ઈન્ડિયન એરફોર્સ સમજી ગયા હતા. નાગરિક ઉડ્ડયન મહાનિદેશલયના એક અધિકારીએ ANIને કહ્યું, "ભ્રમ દૂર થયા પછી પાકિસ્તાનના F-16એ અફઘાનિસ્તાનની સરહદ સુધી સ્પાઈસ જેટ વિમાનને એસ્કોર્ટ કર્યું હતું."


VIDEO : દિલ્હીમાં પ્રાણી સંગ્રહાલયમાં અચાનક સિંહના પિંજરામાં કૂદ્યો યુવક અને પછી....!!!


એક અન્ય પ્રવાસીએ ANIને કહ્યું કે, "પાકિસ્તાનના F-16 વિમાને જ્યારે અમારી ફ્લાઈટને ઘેરી લીધી હતી ત્યારે અમને બારી બંધ કરવા અને શાંતિ જાળવી રાખવા કહેવાયું હતું. ત્યાર બાદ અમારું વિમાન 5 કલાક લેટ જ્યારે કાબુલ એરપોર્ટ પર ઉતર્યું ત્યારે પ્રવાસીઓના જીવમાં જીવ આવ્યો હતો."


જુઓ LIVE TV.....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....