ઇસ્લામાબાદ : પાકિસ્તાની સેનાએ શુક્રવારે કહ્યું કે, તેમણે સ્વદેશમાંવિકસિત કરેલ 100 કિલોમીટરથી વદારે મારક ક્ષમતા ધરાવનારા રોકેટને પોતાની આયુધ શાળામાં સમાવેશ કર્યો છે. ઇન્ટર સર્વિસિઝ પબ્લિક રિલેશન્સે કહ્યું કે, રોકેટ  એ-100 પાકિસ્તાની વૈજ્ઞાનિકો તથા એન્જીનિયરો દ્વારા સંપુર્ણ રીતે સંશોધિત અને સ્વદેશમાં જ વિકસિત કરવામાં આવેલ રોકેટ છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાની સેનાના મીડિયા વિંગે કહ્યું કે, 100 કિલોમીટરથી વધારે મારક ક્ષમતા સાથે રોકેટ ખુબ જ અસરદાર તથા ક્ષમતાવાન છે. જે પ્રભાવશાળી રીતે દુશ્મનને એકત્ર થતા અટકાવી શકે છે. આ સમારંભમાં પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. તેમણે જાહેરાત કરતા કહ્યું કે, એ-100 મિસાઇલને સૈન્યમાં સમાવિષ્ટ કરવામાં આવે છે. સ્વદેશમાં નિર્મિત અને વિકસિત આ મિસાઇલ પાકિસ્તાન માટે અતિ મહત્વની ભુમિકા નિભાવશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન સતત ભારત સામે પોતાનું શક્તિપ્રદર્શન કરવા માટે અવનવા ગતકડા કર્યા કરે છે. થોડા સમય અગાઉ તેણે સરહદ પર ટેન્કો મુકવાની જાહેરાત કરી હતી. પાકિસ્તાનની આ અવળચંડાઇમાં કેટલાક અન્ય પાડોશીઓ ખાસ કરીને ચીન તેની મદદ કરતું રહે છે.