નવી દિલ્હી/શ્રીનગર: કાશ્મીર (Kashmir)માંથી કલમ 370 (Article 370) હટાવાયા બાદથી પાકિસ્તાન અકળાયેલું છે. આખી દુનિયામાં ઢંઢેરો પીટવા છતાં કોઈ ભાવ આપતું નથી. બધેથી પછડાટ મળ્યા બાદ તે હવે સરહદો સળગાવી રહ્યું છે. પાકિસ્તાન તરફથી હાજીપુર સેક્ટરમાં ગત 10-11 સપ્ટેમ્બરના રોજ કરાયેલા યુદ્ધવિરામના ભંગનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો. ભારતે પાકિસ્તાનના 2 સૈનિકોને પણ ઠાર કર્યાં. ત્યારબાદથી પાકિસ્તાન ઘૂંટણિયે પડ્યું અને તે ભારતીય સેનાને સફેદ ઝંડો બતાવીને પોતાના સૈનિકોના મૃતદેહ લઈ ગયું. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...