નવી દિલ્હી : જમ્મુ કાશ્મીર બોર્ડર પર એકવાર ફરીથી પાકિસ્તાન દ્વારા ઘુસણખોરીનાં પ્રયાસોમાં એકાએક વધારો થયો છે. રવિવારે જ બોર્ડર પાસે સુંગરવનમાં પાકિસ્તાની બોર્ડર એક્શન ટીમે ઘાત લગાવીને ભારતીય જવાનો પર હૂમલો કર્યો હતો. આ હૂમલામાં સેનાનાં 3 જવાનો શહીદ થયા હતા. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે સમાચાર છે કે સુંદરબની વિસ્તારમાં લોન્ચિંગ પેડ પર ઘણા આતંકવાદીઓ ઘુસણખોરી કરવાની ફિરાકમાં બેઠા છે. આ અહેવાલ જવાનો પર હૂમલા બાદ આવ્યો છે. રિપોર્ટ અનુસાર PoKમાં ત્રણ સ્થળો પર મોટા પ્રમાણમાં આતંકવાદીઓ હાજર છે અને તેમને પાકિસ્તાની સેનાનું સંપુર્ણ સમર્થન પણ પ્રાપ્ત છે. 

રિપોર્ટ અનુસાર આ ત્રણેય સ્થળ પર પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI અને સેનાનાં આશરે 60-70 આતંકવાદીઓને એકત્ર કરેલા છે. આ તમામ આતંકવાદીઓ લશ્કર એ તોયબા અને જૈશ એ મોહમ્મદનાં હોવાનું જણાવાઇ રહ્યું છે. આ લોન્ચિંગ પેડ ભારતના તંગધાર અને ઉરી સેક્ટરની બરોબર સામે છે. હવે પાકિસ્તાનની બેટ ટીમનો પ્રયાસ છે કે તા વિસ્તારમાં મુજાહિદ્દીન બટાલિયનને ફરજંદ કરાય જેથી ભારતીય જવાનો પર હૂમલા થઇ શકે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, 21 ઓક્ટોબરના રોજ સુંદરબનીમાં પાકિસ્તાન BAT ટીમના આશરે 6 સભ્યોએ ભારતીય જવાનો પર હૂમલો કર્યો હતો જેમાં 3 જવાન શહીદ થયા હતા. 

ફરી સર્જીકલ સ્ટ્રાઇક ? 
ભારતીય સેનાએ અગાઉ પણ બોર્ડર પાર આવેલા લોન્ચિંગ પેડને નષ્ટ કરી દીધા હતા. ઉરી હૂમલા બાદથી જ સેનાએ 28-29 સપ્ટેમ્બર, 2016ની રાત્રે PoKમાં ઘુસીને આતંકવાદી લોન્ચપેડને નષ્ટ કરી દીધી હતા. સેના દ્વારા થયેલી આ સર્જીકલ સ્ટ્રાઇકના કારણે પાકિસ્તાન ધૂંધવાઇ ઉઠ્યું હતું. તેવામાં ફરી સવાલ થાય છે કે શું આતંકવાદીઓને ખતમ કરવા માટે ભારતીય જવાનો ફરીથી સીમા પાર જઇને સર્જીકલ સ્ટ્રાઇક કરી શકે છે.