Jammu-Kashmir Target Killing: પાકિસ્તાનની આઇએસઆઇ બદલાની રણનીતિ હેઠળ જમ્મૂ કાશ્મીરમાં આતંકવાદી હુમલાની કાવતરું રચી રહી છે. તેના હેઠળ પાકિસ્તાન કાશ્મીરી યુવાનોનું બ્રેન વોશ કરી રહ્યા છે, ત્યારબાદ કાશ્મીરમાં સામાન્ય લોકોને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. પાકિસ્તાના તેના માટે લશ્કરના પ્રોક્સી TRF દ્રારા કાશ્મીર પંડિતો અને નોન લોકલ પર હુમલા કરાવી રહ્યા છે જેથી પાકિસ્તાન આવા કોઇપણ હુમલામાં ના ન આવે અને આંતરરાષ્ટ્રીય સ્તર પર દુનિયાની આંખોમાં ધૂળ ફેંકી શકાય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાની સેના કાશ્મીરમાં મોટા આતંકવાદી હુમલાથી ડરી રહી છે. પાકિસ્તાની સેનાને ડર છે કે જો કાશ્મીરમાં પુલવામા જેવા હુમલા થાય છે તો ભારત બાલાકોટ જેવી વધુ એક સર્જિકલ સ્ટ્રાઇક કરી શકે છે. લોકલ લેવલ પર યુવાનોને આતંકવાદી ગેંગમાં ભરતી કરવાની આતંકવાદી કાવતરાને નિષ્ફળ કરવા માટે સુરક્ષા એજન્સીઓને વિશેષ કાર્યવાહી કરવા માટે કહેવામાં આવ્યું છે. બેઠક દરમિયાન સુરક્ષા એજન્સીઓને કહેવામાં આવ્યું છે કે કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે જોડાયેલા ગુપ્ત ઇનપુટને વધુ મજબૂત કરવામાં આવે અને તેમની ઓળખ કરી તેમના વિરૂદ્ધ એક્શન લેવામાં આવે જેથી આતંકને જલદી જ ખતમ કરી શકાય. 


કેન્દ્ર સરકાર અમરનાથ યાત્રા અને કાશ્મીરમાં સુરક્ષા સ્થિતિને વધુ મજબૂત કરવા માટે અર્ધ સૈનિક દળોની તૈનાતી વધારશે. આગામી દિવસોમાં અર્ધસૈનિક દળોની 400 કંપનીઓને તૈનાત કરવામાં આવશે. જમ્મૂ કાશ્મીર પોલીસના SHOs ને કહેવામાં આવશે કે તે માઇગ્રેટ લેબર અને નોન લોકલની સુરક્ષાને મજબૂત કરે. 


પાકિસ્તાન તરફથી ડ્રોન્સ દ્રારા મેગનેટ બોમ્બ અને વિસ્ફોટકોને ભારતીય સીમામાં મોકલવાની પાકિસ્તાની કાવતરાને નિષ્ફળ કરવા માટે બીએસએફ અને સેનાને કહેવામાં આવ્યું છે કે તે એલઓસી અને આઇબી પર પાકિસ્તાન તરફથી થનાર દરેક હરકત નજર રાખે. ગુપ્તચર એજન્સીઓને શંકા છે કે અમરનાથ યાત્રાને નિશાન બનાવવ માટે પાકિસ્તાન ડ્રોન્સ દ્રારા મોટાપાયે જમ્મૂ કાશ્મીરમાં હથિયારોને મોકલવામાં લાગેલા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube