પકડેલા ભારતીય પાઈલટનો વાળ પણ વાંકો નહીં કરી શકે પાકિસ્તાન, જાણો કારણ...
ભારતની કાર્યવાહી બાદ બુધવારે પાકિસ્તાની એરફોર્સમાં ભારતીય બોર્ડરમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો. તેના જવાબમાં ભારતીય વાયુસેનાએ નૌશેરા સેક્ટરના લામ ઘાટીમાં પાકિસ્તાની F-16નું એક વિમાનને તોડી પાડ્યું છે. તોડી પાડ્યા બાદ આ વિમાન પીઓકેના વિસ્તારમાં જઇ પડ્યું હતું. ભારતનું એક મીગ-21 વિમાન પણ આ જવાબી કાર્યવાહીમાં તુટી પડ્યું હતું અને તેનો પાઈલટ પેરાશૂટ દ્વારા પીઓકેમાં ઉતરતાં પાકિસ્તાની સેનાએ તેને અટકમાં લઈ લીધો હતો
નવી દિલ્હીઃ ભારતની કાર્યવાહી બાદ બુધવારે પાકિસ્તાની એરફોર્સમાં ભારતીય બોર્ડરમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો. તેના જવાબમાં ભારતીય વાયુસેનાએ નૌશેરા સેક્ટરના લામ ઘાટીમાં પાકિસ્તાની F-16નું એક વિમાનને તોડી પાડ્યું છે. તોડી પાડ્યા બાદ આ વિમાન પીઓકેના વિસ્તારમાં જઇ પડ્યું હતું. ભારતનું એક મીગ-21 વિમાન પણ આ જવાબી કાર્યવાહીમાં તુટી પડ્યું હતું અને તેનો પાઈલટ પેરાશૂટ દ્વારા પીઓકેમાં ઉતરતાં પાકિસ્તાની સેનાએ તેને અટકમાં લઈ લીધો હતો.
પાકિસ્તાન દ્વારા સાંજે સોશિયલ મીડિયામાં તેણે પકડેલા ભારતીય પાઈલટના કેટલાક વીડિયો અને ફોટોગ્રાફ વાઈરલ કરાયા હતા. ભારતે આ બાબતનો કડક શબ્દોમાં વાંધો ઉઠાવાયો છે અને જણાવાયું છે કે, પાકિસ્તાન આ પ્રકારની નાપાક હરકતો કરવાનું બંધ કરી દે. આમ કરીને પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન કરી રહ્યું છે. ભારતીય પાઈલટને તાત્કાલિક છોડી મુકવાની સાથે ભારતે જણાવ્યું કે, પાકિસ્તાને આ પ્રકારના વીડિયો વાઈરલ કરીને આંતરરાષ્ટ્રીય માનવાધિકાર કાયદા અને જીનેવા સંધિનું ઉલ્લંઘન કર્યું છે.
પાક.ની કસ્ટડીમાં પાઈલટઃ પીએમ મોદીએ બોલાવી ત્રણેય સેના પ્રમુખ સાથે ઉચ્ચસ્તરીય બેઠક
જાણો શું છે જીનેવા સંધિ....
- 1949માં થયેલી ત્રીજી જીનેવા સંધિમાં યુદ્ધમાં પકડાયેલા કેદીની સુરક્ષા કરવી તેને પકડનારા દેશની જવાબદારી બને છે. આ સંધિમાં યુદ્ધકેદીના અધિકાર, તેને પકડી રાખવાના નિયમો, તેની સાથે વ્યવહારના નિયમો અને તેને છોડી મુકવાના નિયમો નક્કી કરાયા છે.
- ઈન્ટરનેશનલ કમિટી ઓફ રેડ ક્રોસ (ICRC) જણાવે છે કે, "યુદ્ધકેદી સંઘર્ષમાં રહેલા બે દેશમાંથી કોઈ એક દેશનો હોય છે, જે દુશ્મન દેશના હાથમાં આવી જાય છે." યુદ્ધકેદી પકડાય ત્યારે તેને પોતાનું નામ, સેનામાં પદ અને નંબર બતાવવાની જોગવાઈ કરવામાં આવી છે.
- ICRCએ જણાવ્યું છે કે, જીનેવા સંધિમાં આંતરરાષ્ટ્રીય માનવાધિકાર કાયદાને અમલમાં મુકવાનો રહે છે.
- ICRC યુદ્ધકેદીની મુલાકાત લે છે, પછી તે સેનાનો વ્યક્તિ હોય કે કોઈ દેશના નાગરિક હોય.
- જીનેવા સંધિ મુજબ યુદ્ધ કેદી સાથે કોઈ પણ પ્રકારની હિંસા ન કરવી, તેનું અપમાન ન કરવું જોઈએ. આ સાથે જ તેને રહેવા, ખાવા, કપડા, જરૂરી હોય તો તબીબી સારવાર અને કુદરતી જરૂરિયાતો મુજબની સુવિધાઓ પુરી પાડવી અનિવાર્ય છે.
ઘાયલ ભારતીય પાઈલટના વીડિયો વાયરલ કરવા બદલ ભારતે પાક.ની ઝાટકણી કાઢી
- યુદ્ધકેદી અંગે પ્રજામાં કોઈ પણ પ્રકારની ઉત્સુક્તા પણ ફેલાવી શકાય નહીં.
- જોકે, આ સંધિમાં યુદ્ધકેદીને કેટલા સમયમાં છોડી મુકવો તેની કોઈ સમયમર્યાદા નક્કી કરાઈ નથી.
- જીનેવા સંધિ મુજબ, યુદ્ધકેદી પર કેસ ચલાવવો જોઈએ કે પછી યુદ્ધ પુરું થયા બાદ તેને પરત આપી દેવાનો રહે છે.
ઉલ્લેખનીય છે કે, 1999ના કારગીલ યુદ્ધ દરમિયાન 27 મેના રોજ ફ્લાઈટ લેફ્ટનન્ટ કમ્બામપતી નચિકેતા બાલટીક સેક્ટરમાં તેનું મીગ-27 તુટી ગયા બાદ પાકિસ્તાની સેનાના હાથમાં પકડાઈ ગયો હતો. એ સમયે પાકિસ્તાને તેને એક અઠવાડિયા કરતાં વધુ સમય સુધી પોતાની કસ્ટડીમાં રાખ્યો હતો અને ત્યાર બાદ 3 જૂન, 1999ના રોજ તેને ભારતને સોંપ્યો હતો.
આમ, પાકિસ્તાને ભલે ભારતીય પાઈલટને પકડી લીધો હોય, પરંતુ એ તેનો વાળ પણ વાંકો કરી શકે એમ નથી. ભારતના વિદેશ મંત્રાલયે મોડી સાંજે પાકિસ્તાનના નાયબ હાઈ કમિશનર સૈયદ હૈદર શાહને તાત્કાલિક બોલાવ્યા હતા. ભારત સરકાર તેમને પાકિસ્તાનમાં જૈશ-એ-મોહમ્મદની હાજરી અંગેના પુરાવા સાથેનું ડોઝિયર સોંપ્યું હતું અને જણાવ્યું કે, પાક. સેનાની કસ્ટડીમાં રહેલા ભારતીય પાઈલટને કોઈ પણ જાતનું નુકસાન પહોંચવું જોઈએ નહીં. સાથે જ તેને તાત્કાલિક સુરક્ષિત છોડી મુકવાની પણ માગણી કરાઈ છે.