પુંછમાં ઝડપાયો 1 આતંકી, પાકિસ્તાન તરફથી થયું સીઝફાયર ઉલ્લંઘન
પાકિસ્તાન એલઓસી પર સીઝફાયરનો સતત ઉલ્લંઘન કરી રહ્યું છે. સોમવારે પણ પાકિસ્તાનની તરફથી પુંછમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. ભારતીય સેના દ્વારા તેનો વળતો જવાબ આપવામાં આવ્યો હતો
નવી દિલ્હી: પાકિસ્તાન એલઓસી પર સીઝફાયરનો સતત ઉલ્લંઘન કરી રહ્યું છે. સોમવારે પણ પાકિસ્તાનની તરફથી પુંછમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. ભારતીય સેના દ્વારા તેનો વળતો જવાબ આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:- ભારત વિરૂદ્ધ રોહિંગ્યાને ભડકાવી રહ્યું છે પાકિસ્તાન, આપી રહ્યા છે આતંકી ટ્રેનિંગ
ત્યારે બીજા ઘટનાક્રમમાં અહીં ડેલિમા ચોકમાં જમ્મુ કાશ્મીર પોલીસ અને સેનાના જોઇન્ટ ચેકિંગ અભિયાનમાં એક આતંકીને ઝડપાયો છે. આ આતંકીને ત્યારે પકડવામાં આવ્યો જ્યારે પોલીસ અને સેના આ વિસ્તારની ચેક પોસ્ટ પર ચેકિંગ અભિયાન ચલાવી રહ્યાં હતા. તે દરમિયાન એક ટ્રકમાં સવારોએ તેમના પર ગોળીબાર કર્યો હતો. જેમાં એક આતંકી ફરાર થઇ ગયો છે. જ્યારે સેના અને પોલીસ તેના માટે સંયુક્ત રીતથી તપાસ અભિયાન ચલાવી રહી છે. તેની પાસે એક એકે-47 રાઇફલ અને એક પિસ્ટલ મળી આવી છે.
જુઓ Live TV:-