ધર્મ પરિવર્તન મામલે ચોંકાવનારો ખુલાસો! બ્રાહ્મણ યુવતીઓને કરાતી હતી ટાર્ગેટ, સાંભળો આ Audio
ધર્માતરણ મામલે ધરપકડ કરાયેલા મૌલાના કલીમ સિદ્દીકી પર થઈ રહેલા ખુલાસા ખુબ જ ચોંકાવનારા છે અને હવે ખબર પડી રહી છે કે મૌલાના કલીમ સિદ્દીકી જેહાદી વિચારવાળા છે.
લખનઉ: ધર્માતરણ મામલે ધરપકડ કરાયેલા મૌલાના કલીમ સિદ્દીકી પર થઈ રહેલા ખુલાસા ખુબ જ ચોંકાવનારા છે અને હવે ખબર પડી રહી છે કે મૌલાના કલીમ સિદ્દીકી જેહાદી વિચારવાળા છે. તેમનું માનવું છે કે દરેક હિન્દુએ મુસલમાન બની જવું જોઈએ અને હવે આ મામલે પાકિસ્તાનનું કનેક્શન પણ સામે આવ્યું છે. કહેવાય છે કે કલીમ સિદ્દીકીના પાકિસ્તાન સાથે સંબંધ હતા અને ફંડિંગ અંગે પણ જાણવા મળ્યું છે. આ ઉપરાંત પાકિસ્તાન તરફથી ટેક્નિકલ સપોર્ટ પણ મળી રહ્યો હતો.
જેહાદી છે મૌલાના કલીમ સિદ્દીકી
મૌલાના કલીમ સિદ્દીકીનું નામ મોટું છે. મહોબ્બત તો 24 કલાક તેમની જુબાનથી ટપક્યા કરે છે અને ખુબ ભણેલા ગણેલા હોવાનું પણ કહેવાય છે. કહે છે કે મેરઠથી બીએસસીની ડિગ્રી લીધી છે અને તેમની ઉંમર હવે 63-64 થઈ ચૂકી છે. પરંતુ મૌલાના કલીમ સિદ્દીકી જેહાદી તબીયતના છે. તેમનું માનવું છે કે દરરોજ એક લાખ 24 હજાર લોકો નરકની આગમાં હોમાઈ રહ્યા છે. તેમનું કહેવું છે કે મુસલમાન બની જાઓ અને જન્નત મેળવો.
5 લાખથી વધુ ગેરકાયદે ધર્મપરિવર્તન
મૌલાના કલીમ સિદ્દીકીનો ટાર્ગેટ તો સમગ્ર ધરતીને મુસલમાન બનાવવાનો છે. પરંતુ ભારતમાં અત્યાર સુધીમાં 5 લાખથી વધુ ગેરકાયદેસર ધર્મપરિવર્તન કરાવી ચૂક્યા છે. ધર્મપરિવર્તન માટે કોઈ પણ નિયમ, કાયદો, વિધાન સંવિધાનના ચીથરા સુદ્ધા ઉડાવી શકે છે.
વિદેશી ફંડિંગ મેળવવાનો ગંભીર આરોપ
યુપી એટીએસએ ગેરકાયદેસર ધર્મપરિવર્તન કેસ મામલે મુઝફ્ફરનગરના મૌલાના કલીમ સિદ્દીકીની ધરપકડ કરી છે. કલીમ સિદ્દીકીને મેરઠના લિસાડીગેટ પોલીસ મથક વિસ્તારથી પકડવામાં આવ્યો હતો. જમીયત-એવલીઉલ્લાહ અને ગ્લોબલ પીસ સેન્ટરના પ્રેસિડેન્ટ કલીમ સિદ્દીકી પર ગેરકાયદેસર ધર્માંતરણ રેકેટ ચલાવવાનો અને હવાલાથી વિદેશી ફંડિંગ મેળવવાનો ગંભીર આરોપ છે. મૌલાના પર હવાલા દ્વારા 3 કરોડ રૂપિયા ગેરકાયદેસર ફંડિંગ મેળવવાનો ખુલાસો થયો છે. જેમાંથી દોઢ કરોડ તો બહેરીનથી આવ્યા છે અને બાકીના ફંડની તપાસ ચાલુ છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube