નવી દિલ્હી: ભારતીય વાયુસેનાએ મંગળવાર (26 ફેબ્રુઆરી)એ પાકિસ્તાનના બાલાકોટ સ્થિત 12 આતંકી સંગઠનોને ધ્વસ્ત કર્યો છે. આ કાર્યવાહીને વાયુસેનાના મિરાજ-2000 દ્વારા અંજામ આપવામાં આવ્યો છે. પ્રાપ્ત જાણાકારી અનુસાર, પાકિસ્તાનના પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ આ આતંકવાદીઓએ તેમની સુરક્ષા માટે આ શિબિરમાં મોકલ્યા હતા. મંગળવાર સવારે 03:45 વાગે ભારતની તરફથી આ કાર્યવાહી કરાવામાં આવી છે. બે મિનિટથી પણ ઓછા સમયમાં અંજામ આપવામાં આવેલ ભારતીય વાયુસેનાનો આ હુમલો અત્યંત ઝડપી અને સચોટ હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: ભારતીય વાયુસેનાએ PAKમાં ઘૂસી કર્યો બોમ્બમારો, વિશ્વભરમાં મીડિયાની બની હેડલાઇન્સ


આ બધાની વચ્ચે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી પરવેઝ ખટકે એક પ્રસે કોન્ફરેન્સમાં કહ્યું કે ભારતીય વાયુસેનાના વિમાન અંધારામાં આવ્યા અને બોમ્બમારો કરી જતા રહ્યાં. અંધારામાં અમને જાણકારી મળી નહીં અને અમારી વાયુસેના કાર્યવાહી કરી શકી નહીં. તેમણે કહ્યું કે અમારી એરફોર્સ તૈયાર હતી. રાત્રીનો સમય હતો. એટલા માટે જાણકારી ના મળી કે કેટલું નુકસાન થયું છે.


વધુમાં વાંચો: J&K: શોપિયાંમાં સુરક્ષા દળ અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, 2 આતંકીઓ ઠાર


પરવેઝ ખટકને આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર લોકોએ પાક સંરક્ષણ મંત્રીના આ નિવેદનની મજાક ઉડાવી રહ્યાં છે. કેટલાક લોકોએ ટ્વિટર પર વીડિયો પણ શેક કરી રહ્યાં છે.


પરવેઝ ખટકના જેવા શબ્દ પાકિસ્તાન સેનાના મેજર જનરલ આસિફ ગફુરે પણ કહ્યાં. તેમણે કહ્યું કે અમારી વાયુસેના તૈયાર હતી. પરંતુ અંધારું હાવાના કારણે તેઓ કોઇ કાર્યવાહી કરી શક્યા નહીં. જનરલ ગફૂરે કહ્યું કે ભારતની તરફથી બીજીવાર કાર્યવાહી થઇ તો અમે જવાબ આપીશું. તેમણે ભારતને ચેતવણી આપતા કહ્યું કે પાડોસી દેશ અમારા જવાબની રાહ જુએ.


વધુમાં વાંચો: ભારતીય વાયુસેનાએ સુખોઈ-30નો પણ કર્યો ઉપયોગ, માત્ર 2 મિનિટમાં થયો વાસ્તવિક હુમલો


ત્યારે, ભારતીય વાયુસેનાના લડાકુ વિમાનો દ્વારા આતંકી અડ્ડાઓ પર કરવામાં આવેલી કાર્યવાહી બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ કહ્યું કે નિયંત્રણ રેખા ઉલ્લંઘન કરી ભારતે ઉશ્કેરવાની કાર્યવાહી કરી છે અને ‘ઇસ્લામાબાદને જવાબ આપવાનો હક છે.’


દેશના અન્ય સમાચાર વાાંચવા માટે અહીં ક્લિક કરો...