કરાંચી : પાકિસ્તાને ભારતીય ક્રિકેટરોનાં ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ ત્રીજી વનડે દરમિયાન સેનાની વિશેષ કેપ પહેરવા બદલ આઇસીસી સામે કાર્યવાહીની માંગ કરી અને વિરાટ કોહલીની ટીમ પર રમતમાં પણ રાજનીતિ લાવવાનો આરોપ લગાવ્યો. પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફનાં જવાનો પ્રત્યે સન્માન વ્યક્ત કરવા માટે ભારતીય ક્રિકેટરોએ શુક્રવારે રાંચીમાં ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ ત્રીજી વન ડેમાં સેનાની વિશેષ કેપ પહેરી અને પોતાની મેચ ફી પણ રાષ્ટ્રીય સુરક્ષામાં આપી. ભારતીય ટીમ આ મેચમાં 32 રનથી હારી ગઇ હતી. જો કે આમ છતા પણ 5 મેચની સીરિઝમાં 2-1થી આગળ છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરીના રોજ થયેલા આતંકવાદી હુમલામાં સીઆપીએફનાં 40 જવાનો શહીદ થઇ ગયા હતા. પાકિસ્તાનનાં વિદેશ મંત્રી શાહ મોહમ્મદ કુરેશીએ કહ્યું કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટર પરિષદે આ અંગે પગલા ઉઠાવવા જોઇએ. 

શું આઇસીસીએ આ બાબતની નોંધ નથી લીધી? 
માહિતી મંત્રાલય ફવાદ ચૌધરીએ પણ કુરેશીની વાતનું સમર્થન કરતા ટ્વીટ કર્યું, આ માત્ર ક્રિકેટ નથી. તેમણે કહ્યું કે, જો ભારતીય ટીમને રોકવામાં નહી આવે તો પાકિસ્તાની ક્રિકેટ ટીમને પણ વિશ્વમાં ભારત દ્વારા કાશ્મીરમાં કરવામાં આવતી આરાજકતાને યાદ અપાવવા માટે કાળી પટ્ટી પહેરવી જોઇએ.