ઇસ્લામાબાદઃ કાશ્મીરમાથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ ડરેલા પાકિસ્તાને પીએમ નરેન્દ્ર મોદી માટે પોતાનું એરસ્પેસ ખોલવાનો ઇનકાર કરી દીધો છે. પીએમ મોદીએ સાઉદી અરબના પ્રવાસ માટે ભારતના પાકિસ્તાન પાસે એરસ્પેસના ઉપયોગની મંજૂરી માગી હતી. પાકિસ્તાને જમ્મૂ-કાશ્મીરમાં મનાવાધિકાર ઉલ્લંઘનનો આરોપ લગાવતા આગ્રહને અસ્વીકાર કરી દીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાનના રેડિયોને વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશીના હવાલાથી આ સમાચાર આપ્યા છે. તેમણે કહ્યું કે, આ નિર્ણય જમ્મૂ-કાશ્મીરમાં માનવાધિકાર ઉલ્લંઘન અને કાળા દિવસને ધ્યાને રાખીને લેવામાં આવ્યો છે. પાકિસ્તાન કથિત રૂપે કાશ્મીરીઓના સમર્થનમાં રવિવારે કાળો દિવસ મનાવી રહ્યું છે. 


કુરૈશીએ કહ્યું કે, ભારતીય હાઇ કમિશનને આ નિર્ણયની જાણકારી લેખિતમાં આપવામાં આવી રહી છે. મોદી સોમવારે સાઉદી અરબ જશે, જ્યાં તેઓ ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમમાં ભાગ લેશે અને સાઉદી અરબના સર્વોચ્ચ નેતૃત્વ સાથે વાતચીત કરશે. 

પીએમ મોદીએ આર્મી, વાયુ સેનાના વીરો સાથે ઉજવી દિવાળી, મિઠાઈ ખવડાવી આપી શુભકામનાઓ


આ પહેલા પાકિસ્તાને સપ્ટેમ્બરમાં પણ પીએમ મોદીને એરસ્પેસના ઉપયોગ કરવાની મંજૂરી ન આપી, જ્યારે તેઓ અમેરિકાના પ્રવાસે જઈ રહ્યાં હતા. આ સિવાય રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ માટે પણ એરસ્પેસ ખોલવાની ના પાડી હતી.