બાલાકોટ બાદ પાકિસ્તાન આપણા એર સ્પેસમાં ઘૂસી શક્યું નથી, LoC પાર ન કરી શક્યું-IAF પ્રમુખ
પુલવામાં થયેલા આતંકી હુમલા બાદ ભારતના બાલાકોટ એર સ્ટ્રાઈક મુદ્દે પહેલીવાર ભારતીય વાયુસેનાના એર ચીફ માર્શલ બીરેન્દ્રસિંહ ધનોઆએ ખુલીને નિવેદન આપ્યું.
નવી દિલ્હી: પુલવામાં થયેલા આતંકી હુમલા બાદ ભારતના બાલાકોટ એર સ્ટ્રાઈક મુદ્દે પહેલીવાર ભારતીય વાયુસેનાના એર ચીફ માર્શલ બીરેન્દ્રસિંહ ધનોઆએ ખુલીને નિવેદન આપ્યું અને પાકિસ્તાનના દાવા ફગાવ્યાં. તેમણે કહ્યું કે બાલાકોટ એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાન આપણી એરસ્પેસમાં ઘૂસી શક્યું નથી.
ભારતીય વાયુસેનાના એર ચીફ માર્શલ બીરેન્દ્રસિંહ ધનોઆએ કહ્યું કે અમારો ઉદ્દેશ્ય તેમના આતંકી કેમ્પો પર હુમલો કરવાનો હતો પરંતુ તેમનો હેતુ આપણા સૈન્ય ઠેકાણાને નિશાન બનાવવાનો હતો. અમે અમારા સૈન્ય લક્ષ્યને હાંસલ કર્યો. તેમની તરફથી નિયંત્રણ રેખા પાર કરીને આપણા વિસ્તારમાં કોઈ ઘૂસી શક્યું નથી.
જુઓ LIVE TV
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...