જમ્મુ : પાકિસ્તાન દ્વારા છેલ્લા 3 4 દિવસથી ચાલી રહેલા ગોળીબાર વચ્ચે જમ્મુ કાશ્મીરનાં બોર્ડર પર રહેલા ગામડાનાં સ્થાનિક લોકો હવે ખુબ જ ભયભીત છે. પોતાનાં લોકોને ગુમાવવાનો ડર અને જીવનું જોખમને જોતા હવે તે લોકો અન્ય સ્થળે વસવા માટે પણ તૈયાર થઇ ચુક્યા છે. આઝાદી બાદથી પાકિસ્તાનનાં સીમા પર રહેલા ગામડાનાં લોકો ભારે દહેશત વચ્ચે જીવે છે. પાકિસ્તાન પોતાની નાપાક કરતુતો કર્યા જ કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાન વારેવારે છમકલાઓ કર્યા જ કરે છે. સીમા પર રહેલા ગામનાં લોકોની માંગ છે કે વારંવાર થતી આવી ઘટનાઓથી તેઓ ત્રસ્ત છે. સરકાર તેમની અન્ય સ્થળે વસવા માટેની વ્યવસ્થા કરે. વારંવાર થતી જાન માલની ખુંવારીથી નાગરિકો ખુબ જ પરેશાન છે. આ વખતે પાકિસ્તાન માત્ર સરહદ પર રહેલા વિસ્તારોને નિશાન બનાવી રહ્યું છે. ઉપરાંત પાકિસ્તાન ઉપયોગમાં લઇ રહેલા હથિયારો પણ ખુબ જ ઘાતક છે.


લોકોનાં અનુસાર પહેલા માત્ર ગોળીબાર થતો હતો જે લગભગ એક કિલોમીટરનાં અંતરમાં થયો હતો. જો કે હવે પાકિસ્તાન મોર્ટારનો ઉપયોગ કરી રહ્યા છે જેની મારક ક્ષમતા ચાર કિલોમીટર સુધીની હોય છે. જેનાં કારણે ન માત્ર નાગરિકો પરંતુ જાનવરોને પણ ઘણી તકલીફ થાય છે.