પાકિસ્તાનઃ હવે સુંદરબની સેક્ટરમાં કર્યું યુદ્ધ વિરામનું ઉલ્લંઘન, સામ-સામો ગોળીબાર ચાલુ
પાકિસ્તાન અવાર-નવાર યુદ્ધ વિરામની શરતોનું ઉલ્લંઘન કરીને સરહદ પર ગોળીબાર કરતું રહ્યું છે. કેટલીક વખત આતંકવાદીઓની ઘુસણખોરી માટે પણ આવું ફાયરિંગ કરવામાં આવે છે.
જમ્મુઃ જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાને(Pakistan) ફરી એક વખત યુદ્ધ વિરામનું(Ceasefire Violation) ઉલ્લંઘન કર્યું છે. રાજોરી જિલ્લામાં નિયંત્રણ રેખા પર આવેલા સુંદરબની સેક્ટરમાં પાકિસ્તાને મોર્ટાર ફેંક્યા છે. ભારતીય સેનાએ પણ પાકિસ્તાનના ગોળીબારનો જડબાતોડ જવાબ આપ્યો છે. આ અગાઉ બુધવારે પાકિસ્તાને કુપવાડામાં ભારતીય ચોકીઓ પર નિશાન સાધ્યા હતા.
આ દરમિયાન પાકિસ્તાન તરફથી કરાયેલા ગોળીબારમાં એક નાગરિકનું મોત થઈ ગયું હતું અને 7 અન્ય ઘાયલ થયા હતા. આ દરમિયાન જન્મુ-કાશ્મીરના પ્રવાસે ગયેલા યુરોપિયન યુનિયનના સાંસદોએ જણાવ્યું કે, કલમ-370 ભારતની આંતરિક બાબત છે અને અમે ભારતની સાથે છીએ. ઈયુના સાંસદોએ કહ્યું કે, ભારત એક શાંતિપ્રય દેશ છે અને કાશ્મીરના લોકોને સરકાર પાસે ઘણી અપેક્ષાઓ છે.
કાશ્મીર મુદ્દે પશ્ચિમી મીડિયાનું વલણ યોગ્ય નથી, PAKમાં ખ્રિસ્તિઓને પરેશાન કરાય છે: EU સાંસદ
એક પત્રકાર પરિષદ દરમિયાન યુરોપિયન યુનિયનના સાંસદોએ મંગલવારે આતંકવાદીઓ દ્વારા પાંચ મજુરોની કરાયેલી હત્યાની નિંદા કરી હતી. મંગળવારે દક્ષિણ કુલગામમાં આતંકવાદીઓ પશ્ચિમ બંગાળના 5 મજુરોની ગોળી મારીને હત્યા કરી હતી. ઈયુના સાંસદોએ કહ્યું કે, તેમના પ્રવાસનો ખોટો પ્રચાર કરાયો છે. અમે ભારત અને પાકિસ્તાન વચ્ચે વાટાઘાટો ઈચ્છીએ છે. કાશ્મીરના મુદ્દે પશ્ચિમના મીડિયાનું વલણ યોગ્ય નથી.
જુઓ LIVE TV....