નવી દિલ્હી : પીએમઓનાં હાઉસ સ્ટાફ અનુસાર વડાપ્રધાન ઇમરાન ખાનના પત્ની બુશરા બીબી ક્યારે પણ કાચમાં દેખાતા નથી. બુશરા બીબીનો પડછાયો કાચમાં નહી પડતો હોવાનો સનસની ખેજ દાવો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેઓ ક્યારે તસ્વીરમાં પોતાનો ચહેરો પણ દેખાડતા નથી. આવો દાવો પાકિસ્તાનના કેપિટલ ટીવીના ખાતૂન એ અવ્વલ (પ્રથમ મહિલા) મુદ્દે દાવો કરવામાં આવ્યો છે. ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાગનાં 74માં સદ્રમાં હિસ્સો લેતા પહેલા ઇમરાન ખાને પોતાની પત્ની સાથે ઉમરા કર્યો. જેની તસ્વીરમાં તેઓ માથાથી લઇને પગ સુધી બુર્કામાં જોવા મળ્યા હતા.જો કે એએનઆઇએ થોડા સમય બાદ કેપિટલ ટીવીએ સમાચાર હટાવી લીધા હતા. એએનઆઇ દ્વારા પણ આ સમાચાર હટાવી લેવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્ર-હરિયાણા ઈલેક્શનને લઈને દિલ્હીમાં બીજેપીનું મનોમંથન શરૂ, પીએમ મોદી પણ હાજર રહેશે
સમાચાર એજન્સી એએનઆઇએ કેપિટલ ટીવીના હવાલાથી જણાવ્યું કે, કથિત રીતે બુશરા બીબી વડાપ્રધાન ઇમરાન ખાનની પહેલી ઘુંઘટવાળી પત્ની છે. તેઓ એક વિશ્વાસપાત્ર છે અને તેમણે ગત્ત વર્ષે સત્તામાં આવવાથી આશરે છ મહિના પહેલા ઇમરાન ખાન સાથે લગ્ન કર્યા હતા.


ડુંગળીના વધતા ભાવને કારણે કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય, તમારા કામના છે આ સમાચાર
લતા મંગેશકરે PM મોદીને કહ્યું, તમારા આવવાથી દેશની છબી બદલાઈ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઇમરાનનાં લગ્ન બુશરા બીબીની સાથે 1 જાન્યુઆરીએ લાહોરમાં થયા હતા અને આ સમારંભને ખુબ જ ગુપ્ત રાખવામાં આ્યો હતો. પાકિસ્તાની મીડિયા અનુસાર તે પણ જણાવવામાં આવ્યુ કે તેના આગામી દિવસે પીટીઆઇ પ્રમુખ ઇમરાન ખાન ઇસ્લામાબાદ ખાતે આતંકવાદ વિરોધી કોર્ટમાં રજુ થયા હતા. લગ્નની વિધિ પીટીઆઇની કોર કમિટીનાં સભ્ય મુફ્તી સઇદે અદા કરાવી હતી. બુશરા બીબીનું આધ્યાત્મ તરફી વલણ વધારે છે. તેમની પાકિસ્તાનમાં ફેન ફોલોઇંગ છે. ઇમરાન ખાન બુશરા પાસે આધ્યાત્મિક જ્ઞાન લેવા માટે જતા હતા. બુશરા બીબીનાં પાંચ બાળકો છે અને તેમની પત્ની પુત્રીઓ શાદીશુદા છે.


બિહારમાં પૂરે વિનાશ વેર્યો, અત્યાર સુધી 14ના મોત, પટણામાં ચારેબાજુ પાણી જ પાણી
બીજી પત્નીએ ઇમરાન ખાન પર સાધ્યું નિશાન
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની પૂર્વ પત્ની રેહમ ખાને હાલમાં જ તેના પર નિશાન સાધ્યું હતું. રેહમ ખાને એક વીડિયોમાં કહ્યું હતું કે, કાશ્મીર પર ઇમરાન ખાન સરકારની જેટલી ટીકા કરવામાં આવે, એટલી ઓછી છે. તમે ક્યારેક ભેંસો વેચો છો તો ક્યારેક તડકામાં ઉભા રહી જાઓ છો. ગરમીમાં પાકિસ્તાનનાં રસ્તાઓ પર ઉભા રહેવાથી કાશ્મીરનો મુદ્દો ઉકેલી નહી શકો. લોકો આ નાટકથી થાકી ચુક્યા છો. અત્રેઉલ્લેખનીય છે કે, ઇમરાન ખાને સત્તામાં આવતા જ વડાપ્રધાન આવાસની ભેંસો વેચીને પૈસા બચાવવાનો પ્રયાસ કર્યો હતો.