અમારી તરફથી ક્યારે પણ હિંસા નથી થઇ, અમારા પર આરોપ લગાવવો સરળ: પાકની લુચ્ચાઇ
પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મોહમ્મદ કુરૈશીએ ભારત દ્વારા લગાવાયેલા આરોપોનો જવાબ આપતા કહ્યું કે, પાકિસ્તાન પર આરોપ લગાવવો ખુબ જ સરળ છે
મ્યૂનિખ : ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે તેવી જ કહેવાત પાકિસ્તાન પર ચરિતાર્થ થવા જઇ રહી છે. જમ્મુ કાશ્મીરના પુલવામાંમાં સીઆરપીએફનાં કાફલા પર ભીષણ હૂમલાને પાકિસ્તાન સમર્થીત આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ દ્વારા અંજામ આપવામાં આવવા છતા એવું માનવા તૈયાર નથી કે આ હૂમલામાં તેની કોઇ જ ભુમિકા હોય. આ હૂમલા અંગે પાકિસ્તાનનાં વિદેશ મંત્રી શાહ મહમદ કુરૈશીની તરફથી આવેલી પ્રતિક્રિયામાં કહેવામાં આવ્યું છે કે, ભારતને વધારે જવાબદારીથી કામ કરવું જોઇએ.
પાકિસ્તાન તરફથી પુછવામાં આવ્યું કે, શું નવી દિલ્હી ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા ઇચ્છે છે કે આગામી ચૂંટણી પર ધ્યાન આપી રહ્યા છે ? મ્યુનિખ સુરક્ષા સમ્મેલન પ્રસંગે બોલતા કુરેશીએ કહ્યું કે, મને મળેલા પહેલા સમાચાર એવા હતા કે આ ઘટના કાશ્મીરના પુલવામામાં થઇ હતી હું આ ઘટનામાં થયેલા મોત અને તેનાથી પ્રભાવિત થયેલા લોકોને મુદ્દે દુખી હતી. આ માહિતી ખુ બ જ દુખ થયું કે આ ઘટનામાં ભારતીય કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (સીઆરપીએફ)નાં જવાન મરાયા અને ઘાયલ થયા.
જો કે ભારત દ્વારા લગાવાયેલા આરોપોનો જવાબ આપતા તેમણે કહ્યું કે, પાકિસ્તાન પર આરોપ લગાવવો ખુબ જ સરળ છે. પાકિસ્તાન ખુબ જ સ્પષ્ટ છે. અમારા દ્રષ્ટીકોણ સ્પષ્ટ છે અને વિશેષ રૂતે આ સરકારનું વલણ સ્પષ્ટ અને સરળ રહ્યું છે. અમે શાંતિ ઇચ્છીએ છીએ. તેમણે કહ્યું કે, અમે પોતાનાં પાડોશી સાથે સારા સંબંધો ઇચ્છીએ છીએ. અમે ન તો હિંસાના રસ્તા પર ચાલીએ છીએ ન તો ક્યારે પણ અમારા ઇરાદાનો હિસ્સો રહ્યો છે. તેમણે આગળ કહ્યું કે, હું આ ઘટનાની નિંદા કરૂ છું. મારૂ માનવું છે કે અમારી તરફથી ક્યારે પણ હિંસા નથી થઇ. આ અમારી સરકારની નીતિ નથી.
વિદેશ મંત્રીએ ટીપ્પણી કરી કે ભારતને વધારે જવાબદારીથી કામ કરવું જોઇએ અને પુરાવા સોંપવા જોઇએ અને પોતાને પાકિસ્તાન સાથે જોડવું જોઇએ. તેમણે આગળ કહ્યું કે, હવે હું થોડો દુખી છું કે ભારતે પણ આ ઘટનાની તપાસ પુર્ણ નથી કરી અને તત્કાલ પ્રતિક્રિયામાં તેમણે પાકિસ્તાન વિરુદ્ધ આરોપ લગાવી દીધો.