મોદીને મત આપવાનો અર્થ પાકિસ્તાનને મત આપવો: કોંગ્રેસ
કોંગ્રેસે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનના એક નિવેદનને લઇને બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા અને આરોપ લગાવ્યો કે પાકિસ્તાનની મોદી સાથે અધિકૃત રીતે સાઠગાંઠ થઇ ગઇ છે.
નવી દિલ્હી: કોંગ્રેસે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનના એક નિવેદનને લઇને બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા અને આરોપ લગાવ્યો કે પાકિસ્તાનની મોદી સાથે અધિકૃત રીતે સાઠગાંઠ થઇ ગઇ છે. એટલા માટે ચૂંટણીમાં મોદીને વોટ આપવાનો અર્થ પાકિસ્તાનને વોટ આપવો. પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરી કહ્યું, પાકિસ્તાનની મોદી સાથે અધિકૃત રીતે સાઠગાંઠ થઇ ગઇ છે. મોદીને ઓટ આપવાનો અર્થ પાકિસ્તાનને વોટ આપવો.
વધુમાં વાંચો: રાજસ્થાન લોકસભા ચૂંટણી પહેલા બીજી વખત ભાજપમાં જોડાય કિરોડી સિંહ બૈંસલા
રણદીપ સુરજેવાલાએ દાવો કર્યો છે કે, મોદી જી, પહેલા નવાઝ શરીફથી પ્રેમ અને હવે ઇમરાન ખાન તમારા પ્રિય મિત્ર! ઢોલની પોલ ખુલી ગઇ છે.