નવી દિલ્હી: ચીનની જેમ પાકિસ્તાન પણ નેપાળ સાથે નીકટતા વધારવાના પ્રયત્નો કરી રહ્યું છે. જેથી કરીને તે નેપાળમાં ભારતના પ્રભાવને ઓછો  કરી શકે. સૂત્રોના જણાવ્યાં મુજબ પાકિસ્તાન કાઠમંડુમાં નેશનલ ડિફેન્સ કોલેજ બનાવવા માંગે છે. આમ કરીને તે નેપાળની સેનામાં પોતાના મૂળિયા મજબુત કરી શકે. ગુપ્તચર એજન્સીઓના જણાવ્યાં મુજબ પાકિસ્તાન જ્યાં નેપાળમાં નેશનલ ડિફેન્સ કોલેજ બનાવવા માંગે છે ત્યાં કાઠમંડુમાં આવેલું પાકિસ્તાની હાઈ કમિશન એન્ટી ઈન્ડિયા પ્રોપગેન્ડા ચલાવી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીય સુરક્ષા એજન્સીના એક અધિકારીના જણાવ્યાં મુજબ પાકિસ્તાન અને નેપાળ વચ્ચે નેશનલ ડિફેન્સ કોલેજ બનાવવાને લઈને ગત દિવસોમાં અનેક રાઉન્ડ વાતચીત થઈ ચૂકી છે. પાકિસ્તાન છેલ્લા કેટલાક વર્ષોમાં નેપાળની સાથે પોતાના ડિપ્લોમેટિક સંબંધો સતત મજબુત કરવામાં લાગ્યું છે. જેથી કરીને તે ભારતના પ્રભાવને ઓછો કરી શકે. 


આ રીતે વધશે ભારતનો માથાનો દુ:ખાવો
તાજેતરમાં એક ગુપ્તચર રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાન નેપાળમાં ભારત વિરોધી આતંકી જૂથોને મદદ કરવામાં લાગ્યું છે. જેનાથી આતંકીઓ નેપાળ અને ભારતની ખુલ્લી સરહદનો ફાયદો ઉઠાવીને ભારતમાં દાખલ થઈ શકે. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ એકવાર ફરીથી ઈન્ડિયન મુજાહિદ્દીનને સજીવન કરવામાં લાગી છે. ગુપ્તચર એજન્સીના રિપોર્ટ મુજબ આઈએસઆઈની નજર બાંગ્લાદેશીઓ ઉપર પણ છે જેમને ઈન્ડિયન મુજાહિદ્દીનમાં સામેલ કરીને ભારત પર હુમલા કરાવવાના કાવતરામાં લાગી છે. 


ભારત પર હુમલાની કોશિશ
ગુપ્તચર એજન્સીઓને મળેલા ઈનપુટ મુજબ 7 બાંગ્લાદેશી સંદિગ્ધો કાઠમંડુ  પહોંચ્યાની જાણકારી મળી હતી. આઈએસઆઈ તેમને ત્યાંથી પોતાના સ્લીપર સેલની મદદતી પાકિસ્તાનના લાહોર લઈ જવાની કોશિશમાં હતી. ગુપ્તચર એજન્સીઓને એવો શક છે કે તેમને ટ્રેનિંગ આપીને પાકિસ્તાન તેમના દ્વારા ભારત પર હુમલો કરાવી શકે છે. કેન્દ્રીય સુરક્ષા સંલગ્ન એક અધિકારીના જણાવ્યાં મુજબ અમને એવા ઈનપુટ મળ્યાં છે કે પાકિસ્તાનની આઈએસઆઈ બાંગ્લાદેશના કેટલાક આતંકી સંગઠનો જેમ કે જમાત ઉલ મુજાહિદ્દીન એટલે કે જેએમબી સાથે મળીને ભારત અને બાંગ્લાદેશ વિરુદ્ધ આતંકી ગતિવિધિઓને અંજામ આપી શકે છે. 


જુઓ LIVE TV


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...