Pakistan News: ભારતીય રક્ષા પ્રતિષ્ઠાનો સાથે સંકળાયેલા અધિકારીઓ અને જવાનોને હની ટ્રેપ કરીને તેમની પાસેથી સંવેદનશીલ જાણકારીઓ મેળવવા માટે રચવામાં આવેલા પાકિસ્તાની ષડયંત્રનો પર્દાફાશ થયો છે. પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI એ પોતાના નાપાક મનસૂબાઓને પૂરા કરવા માટે મોટી સંખ્યામાં ભારતીય નામવાળી યુવતીઓને ફેક સોશિયલ મીડિયા પ્રોફાઈલ તૈયાર કરી છે. આ ફેક સોશિયલ મીડિયા પ્રોફાઈલ દ્વારા ભારતના રક્ષા અને સંવેદનશીલ મંત્રાલયો સાથે સંકળાયેલા અધિકારીઓ અને જવાનોને હની ટ્રેપ કરીને તેમની સીક્રેટ જાણકારીઓ મેળવવાનું ષડયંત્ર રચાયું છે. ગુપ્તચર એજન્સીઓના સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ હનીટ્રેપમાં જે છોકરીઓને સામેલ કરાઈ છે તેમને ભારતીય નંબર આપવામાં આવ્યા છે. જેનાથી તેઓ જ્યારે પણ ભારતમાં કોઈ અધિકારીને ફોન કરે તો તે ઓફિસરોને તેમના ISI એજન્ટ કે  જાસૂસ હોવા અંગે શક ન થાય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ષડયંત્રનો પર્દાફાશ
પાકિસ્તાનના આ ષડયંત્રને નિષ્ફળ બનાવવા માટે ભારતીય સુરક્ષા એજન્સીઓએ સોશિયલ મીડિયા પર એક્ટિવ આવી તમામ ફેક પ્રોફાઈલની યાદી તૈયાર કરી છે. જેના દવારા ISI ભારતીય અધિકારીઓ અને જવાનોને હની ટ્રેપ કરવાની જાળ બીછાવી રહી છે. ઝી મીડિયા પાસે રહેલા ડોક્યુમેન્ટમાં હનીટ્રેપ કરીને જવાનો અને ભારતીય અધિકારીઓ પાસેથી સંવેદનશીલ માહિતી મેળવનાર પાકિસ્તાની યુવતીઓના અલગ અલગ નામ, તેમની તસવીર, મોબાઈલ નંબર અને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ સંલગ્ન માહિતીના દસ્તાવેજ તૈયાર કરાયા છે. 


સેના અને સુરક્ષાદળોને અપાઈ જાણકારી
પાકિસ્તાની ઈન્ટેલિજન્સ ઓપરેટિવ એટલે કે PIO ના નામથી ઓળખાતી તમામ યુવતીઓને આઈએસઆઈ ભારત વિરુદ્ધ જાસૂસી માટે ઉપયોગમાં લે છે. પાકિસ્તાનની હનીટ્રેપ સંલગ્ન ષડયંત્રથી સાવધાન કરવા માટે આવી તમામ યુવતીઓની જાણકારી રક્ષા મંત્રાલય, ગૃહ મંત્રાલય અને સેના સાથે શેર કરવામાં આવી છે. 


સુરક્ષા એજન્સીઓના સૂત્રોના જણાવ્યાં મુજબ પિયો (PIO) ભારતીય જવાનો અને અધિકારીઓને હની ટ્રેપ કરવા માટે જે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને પાકિસ્તાનથી ઓપરેટ કરવામાં આવી રહ્યા છે તેમાં તે પ્રોફાઈલ્સ પર સુંદર યુવતીઓના ફોટા લાગેલા હોય છે. મોટાભાગે એવા ફોટાનો ઉપયોગ કરવામાં આવતો હોય છ જે ભારતીય સૈન્ય દળો સાથે સંબંધિત હોય અને જેથી કરીને કોઈને તેમના પર શક ન થાય. 


આવી ફેક સોશિયલ મીડિયા પ્રોફાઈલથી ઓપરેટ કરનારી પાકિસ્તાની યુવતીઓની પ્રોફાઈલ પર તેમના અને તેમના પરિવાર અંગે કોઈ જાણકારી હોતી નથી. મોટા  ભાગે તેમના પોસ્ટ પર કરાયેલી કોમેન્ટ પર જવાબ પણ આવતો નથી. 


 લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube