નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370માં પરિવર્તન બાદ પાકિસ્તાનનો (Pakistan) ધુંધવાટ જગજાહેર છે. ચીન, અમેરિકા સહિત વિશ્વનાં  મોટા દેશો સામે આમુદ્દે ભીખ માંગી ચુકેલ પાકિસ્તાનને કોઇનું સમર્થન મળ્યું નથી. ચીને સલાહ આપી તો  અમેરિકાએ છેડો ફાડ્યો. સંયુક્ત રાષ્ટ્રના વરિષ્ઠ અધિકારીઓએ કાશ્મીર મુદ્દે જવાબ આપવો પણ જરૂરી સમજ્યો નહોતો. હદ તો ત્યારે થઇ ગઇ જ્યારે પાકિસ્તાન (Pakistan) પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં તાલિબાનોના પ્રવક્તા જબીહુલ્લાહ મુજાહિદનાં એક નિવેદન બહાર પાડીને કહ્યું કે, કેટલાક દળો દ્વારા કાશ્મીરના મુદ્દે અફઘાનિસ્તા સાથે જોડવાથી કોઇ જ ફાયદો નહી થાય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું તમારો મોબાઈલ ખોવાઈ ગયો છે? સરકારના નવા પોર્ટલ પર કરો ટ્રેક
કારણ કે આ મુદ્દો અફઘાનિસ્તાન સાથે સંબંધિત નથી અને ન તો અફઘાનિસ્તાનને અન્ય દેશો વચ્ચે પ્રતિસ્પર્ધાના રંગમંચમા બદલવું જોઇએ. ત્યાર બાદ પાકિસ્તાન (Pakistan)ની સ્થિતી ખાસીયાણી બિલાડી ખંભે નખોડીયા ભરે તેવી સ્થિતી થઇ છે. હવે પાકિસ્તાને (Pakistan) અફઘાનિસ્તાનને કહ્યું કે, તેઓ આ ક્ષેત્રમાં તણાવ વચ્ચે ભારતનાં હાથની કઠપુતળી બનતા અટકે. પાકિસ્તાની અખબાર ધ નેશને અધિકારીઓનાં હવાલાથી આ માહિતી આપી છે.


પ્રયાગરાજમાં મળી મહાભારતના સમયની સુરંગ, શું પાંડવો અહીંથી જ નિકળ્યા હતા ?
9 નવેમ્બરથી ભારતીય શ્રદ્ધાળુઓ માટે ખુલસે કરતારપુર કોરિડોર
અખબારે પોતાનાં અહેવાલમાં જણાવ્યું કે, વરિષ્ઠ સરકારી અધિકારીઓએ અફઘાનિસ્તાનને પાકિસ્તાન (Pakistan) દ્વારા કરવામાં આવી રહેલા શાંતિ પ્રયાસો અને પાકિસ્તાન (Pakistan) માં રહેલા લાખો અફઘાનિસ્તાનીઓ અંગે યાદ અપાવી હતી. એક અધિકારીએ કહ્યું કે, અમે અફઘાનિસ્તાનને કહ્યું કે, તેઓ પાકિસ્તાનની કડી પ્રતિક્રિયાથી બચવા માટે સીમા પર શાંતિ જાળવી રાખે.


પ્રાઈવેટ કાર માલિક પણ હવે કરી શકશે કાર પૂલિંગ, સરકારે નક્કી કરી ગાઈડલાઈન્સ
પાકિસ્તાને અફઘાનિસ્તાનને કહ્યું ભારતનો હાથો ન બનો
પાકિસ્તાને કહ્યું કે, અમે સીમાપારના હુમલાઓને સહન નહી કરીએ. અફઘાનિસ્તાનને કહ્યું કે તેઓ ભારતનો હાથો ન બને. અમારુ માનવું છે કે ભારત તેમને (અફઘાનિસ્તાન) ગુમરાહ કરી રહ્યા છે. એક અન્ય અધિકારીએ કહ્યું કે, પાકિસ્તાને (Pakistan) અફઘાનિસ્તાનને સાવધાન કરી દીધું છે કે તેની નરમાશને નબળાઇ સમજવાની ભુલ ન કરે. 


બાબરી મસ્જિદ એક્શન કમિટી સંયોજકનું મોટું નિવેદન, અયોધ્યા મામલે કોઇ વાતચીત મંજૂર નથી...
પાકિસ્તાન (Pakistan) જવાબ દેવાનો અધિકાર ધરાવે છે, હાલમાં જ અફઘાનિસ્તાન- પાકિસ્તાન (Pakistan) સીમા પર દીવાલ બનાવવાનાં કામ દરમિયાન થયેલા ગોળીબારમાં ત્રણ પાકિસ્તાની સૈનિકો ઠાર મરાયા હતા અને એક અન્ય ગંભીર રીતે ઘાયલ થયો હતો.