નવી દિલ્હી: એક તરફ જ્યાં ભારત  (India) અને ચીન (China)ની સેનાઓ LAC પર એકબીજાની આમને સામને છે, તો બીજી તરફ પાકિસ્તાન (Pakistan)એ આ અવસરનો ફાયદો ઉઠાવતાં લાઇન ઓફ કંટ્રોલ એટલે કે LoC પર આતંકવાદીઓને ભારતમાં ઘૂસણખોરી કરાવવાનું મોટું કાવતરું રચ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Zee News ને મળેલી Exclusive જાણકારી અનુસાર LoC ના અલગ-અલગ લોન્ચ પેડ પર લગભગ 400 આતંકવાદી જમા છે, જેમણે દેશમાં ઘૂસણખોરી કરવા માટે પાકિસ્તાની સેનાની SSGને તૈનાત કરવામાં આવી છે. 


ગુપ્તચર એજન્સીઓના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લગભગ 400 આતંકવાદી LoC નજીક લોન્ચિંગ પેડ પર જમા છે. જેમને ભારતમાં દાખલ કરવા માટે પાકિસ્તાની સેના સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહી છે.


પાકિસ્તાની સેના ભારતીય સુરક્ષા બળો પર હુમલા માટે બેટ (બોર્ડર એક્શન ટીમ)ને પણ ઘણા વિસ્તારોમાં સક્રિય કરવામાં આવી છે. એલઓસી નજીક આવેલા વિસ્તારોમાં ઘણા આતંકવાદીઓના ગ્રુપ પાકિસ્તાની સેનાના કેમ્પોમાં પણ જોવામાં આવ્યા છે. 


સુરક્ષા એજન્સીઓ પાસે મળતી માહિતી અનુસાર અમે તમને જણાવી દઇએ કે કયા-કયા વિસ્તારોમાં કેટલા આતંકવાદીઓના ગ્રુપ સક્રિય છે જે ઘૂસણખોરીની તૈયારીમાં છે. 


આ વિસ્તારોમાં સક્રિય
રિપોર્ટ અનુસાર ગુરેજ, મચ્છલ, કેરન સેક્ટર, તંગધાર સેક્ટર, નૌગામ સેક્ટર, ઉરીને અડીને આવેલા લોન્ચિંગ પેડ, પૂંછ નજીક લોન્ચિંગ પેડ, બિમ્ભર ગલી નજીક લોન્ચિંગ પેડ, કૃષ્ણા ઘાટી નજીક લોન્ચિંગ પેડ, નૌશેરા, અખનૂર અને દ્વાસ સેક્ટર નજીક લોન્ચિંગ પેડ પર આતંકવાદીઓનો જમાવડો જોવા મળ્યો છે.


સુરક્ષા એજન્સીઓના અનુસાર ચીન સાથે ભારતના તણાવનો ફાયદો પાકિસ્તાની સેના ઉઠાવવામાં લાગી ગઇ છે. જોકે ભારતીય સેના ભલે લાઇન ઓફ કંટ્રોલ અથવા લાઇન ઓફ એક્ચુઅલ કંટ્રોલ ( LAC), ભારતીય સેના એલર્ટ છે. આતંકવાદીઓ જમ્મૂ કાશ્મીરમાં નવા રૂટ દ્વારા ઘૂસણખોરીના પ્રયત્નોમાં લાગી છે. 


ચીનની મદદ કરવા માટે પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમને તૈનાત કરવામાં આવી છે જે ભારતીય સેના પર હુમલાનું કાવતરું રચવામાં લાગી છે.