Target Killing in Kashmir: કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ પર અત્યંત ચોંકાવનારો ખુલાસો, એક વર્ષ પહેલા થયું હતું પ્લાનિંગ
Target Kiling in Kashmir: જમ્મુ અને કાશ્મીરમાં હાલ આતંકીઓ હિન્દુઓને નિશાન બનાવી રહ્યા છે. છેલ્લા એક મહિનામાં ટાર્ગેટ કિલિંગ દ્વારા 9 લોકોની હત્યા કરી નાખવામાં આવી છે. જેના કારણે ઘાટીમાં રહેતા હિન્દુઓમાં દહેશતનો માહોલ છે અને હવે તેમણે પલાયન કરવાનો નિર્ણય પણ લઈ લીધો છે.
Target Kiling in Kashmir: જમ્મુ અને કાશ્મીરમાં હાલ આતંકીઓ હિન્દુઓને નિશાન બનાવી રહ્યા છે. છેલ્લા એક મહિનામાં ટાર્ગેટ કિલિંગ દ્વારા 9 લોકોની હત્યા કરી નાખવામાં આવી છે. જેના કારણે ઘાટીમાં રહેતા હિન્દુઓમાં દહેશતનો માહોલ છે અને હવે તેમણે પલાયન કરવાનો નિર્ણય પણ લઈ લીધો છે. આ ટાર્ગેટ કિલિંગ મામલે હવે એક એવા ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે કે જાણીને તમે પણ હચમચી જશો.
કાશ્મીરમાં હિન્દુઓને ટાર્ગેટ કરવાના આ ષડયંત્ર પાછળ પાકિસ્તાનની ISI નો હાથ હોવાનું સામે આવ્યું છે. ટાર્ગેટ કિલિંગનું આ સમગ્ર પ્લાનિંગ એક વર્ષ પહેલા પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના મુઝફ્ફરાબાદમાં કરવામાં આવ્યું હતું. ટાર્ગેટ કિલિંગનું પ્લાનિંગ ગત વર્ષે આતંકીઓએ કરી લીધુ હતું પણ તેઓ યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા હતા. મળતી માહિતી મુજબ 21 સપ્ટેમ્બર 2021માં મુઝફ્ફરાબાદમાં અલગ અલગ આતંકી સંગઠનો અને ISI ના ઓફિસરો વચ્ચે બેઠક થઈ હતી. જેમાં એવું નક્કી કરાયું કે નવા નામથી આતંકી જૂથ બનાવવા અને ટાર્ગેટ કિલિંગની જવાબદારી લઈ લેવી.
આ બેઠકમા કોને નિશાન બનાવવા તે પણ નક્કી કરવામાં આવ્યું જે મુજબ કાશ્મીરી પંડિતો, આરએસએસ, સિક્યુરિટી પર્સનલ, ભાજપના સ્થાનિક નેતાઓ, કેન્દ્ર સરકારના કર્મચારીઓ વગેરેને ટાર્ગેટ કરવાનું નક્કી કરાયું હતું. આતંકી સંગઠનોએ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સાથે મળીને ટાર્ગેટ કિલિંગને અંજામ આપવા માટે 200 જેટલા લોકોની યાદી પણ તૈયાર કરી હતી. હવે ISI તેના આ પ્લાન દ્વારા કાશ્મીરમાં દહેશત મચાવી રહી છે.
હિન્દુઓનું પલાયન શરૂ
ટાર્ગેટ કિલિંગના પગલે હવે ખીણમાં વસતા હિન્દુઓમાં દહેશત જોવા મળી રહી છે અને તેઓ પલાયન કરી રહ્યા છે. ગઈ કાલે તો એક જ દિવસમાં ટાર્ગેટ કિલિંગના બે બનાવ બન્યા. ત્યારબાદ મોડી રાતથી જ કાશ્મીરી પંડિતો અને સરકારી કર્મચારીઓએ કાશ્મીર ખીણ છોડવાનું શરૂ કરી દીધુ. તેમાંથી મોટાભાગના જમ્મુ આવ્યા છે. બડગામમાં એક શેખપુરા પંડિત કોલોની છે. આતંકીઓનો ભોગ બનેલા રાહુલ ભટ પણ ત્યાં જ રહેતા હતા. અહીં પહેલા કાશ્મીરી પંડિતોના 350 પરિવાર હતા પરંતુ હવે 150 પરિવાર ત્યાંથી નીકળી ગયા છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube