નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ અકળાયેલું પાકિસ્તાન ભારતમાં દહેશત ફેલાવવા સતત હાથ-પગ મારી રહ્યું છે. એક તરફ જ્યાં પાકિસ્તાન સરકારના મંત્રી સતત યુદ્ધની ધમકી આપી રહ્યાં છે. ત્યાં બીજીતરફ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન દુનિયાના દરેક દેશના દરવાજેથી જાકારો મળતા ધમકી આપી રહ્યા છે. ઇમરાન ખાને સોમવારે કહ્યું હતુ કે કાશ્મીર પર નિર્ણયનો સમય આવી ગયો છે કોઇપણ હદ સુધી જઇશું. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના આ નિવદેન બાદ ભારતીય ગુપ્ત સૂત્રોને સમાચાર મળ્યા છે. પાકિસ્તાનની ગુપ્ત એજન્સી આઇએસઆઇ ભારતમાં મોટા આતંકવાદી ષડયંત્રને અંજામ આપવાના પ્રયત્નમાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો;- PM મોદી અને મનમોહન સિંહની આ તસવીરોનો તમે શું અર્થ કાઢશો?


એવામાં જણાવવામાં આવી રહ્યું છે કે, આઇએસઆઇએ આતંકિઓને ભારતીય સુરક્ષા દળો પર મોટો હુમલો કરવાના છે. ગુપ્ત સુત્રોનું માનીએ તો આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઓપરેશન કમાન્ડર અબ્દુલ રઉફ અસગરને ભારતીય સુરક્ષા દળો પર હુમલો કરવા કહ્યું છે. અહેવાલ છે કે અબ્દુલ રઉફ અસગરના 30 થી 40 આતંકવાદીઓના જૂથને લાઇવ ઓફ કંટ્રોલની બાજુમાં આવેલા લોન્ચિંગ પેડ પર મોકલવામાં આવ્યો છે. આ તમામ આતંકવાદીઓ ભારતીય સૈનિકો પર BAT કાવતરું ઘડી રહ્યા છે.


આ પણ વાંચો;- Article 370 પર અફવા ફેલાવવા બદલ પાકિસ્તાની રાષ્ટ્રપતિને Twitter ની નોટિસ !


તમને જણાવી દઇએ કે, ‘અપને મુંહ મિયાં મિઠ્ઠું’ બનેલા પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને સોમવારે દાવો કર્યો કે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ તેમજ કાશ્મીરનો ખાસ દરરજાને રદ કરી ઐતિહાસિક ભૂલ કરી છે અને આ કરવાથી તેમણે કાશ્મીરની આઝાદીનો માર્ગ ખુલ્લો કર્યો છે.


આ પણ વાંચો;- VIDEO: ટ્રંપે PM મોદી સાથેની મુલાકાતમાં કરી મજાક, કહ્યું તેઓ હાલ વાત કરવાનાં મુડમાં નથી


ખાને કહ્યું, અમે કુટનીતિક મોરચા પર જીત હાસલ કરી છે
તમામ પ્રયાસો કરવા છતાં કાશ્મીર મુદ્દા પર દુનિયાભરના દરવાજા બંધ થયા બાદ કાશ્મીર મુદ્દા પર દેશને સંબોધિત કરાતા સમયે રાજદ્વારી મોરચો પર જીતનો દાવો કર્યો હતો. ખાને કહ્યું કે, અમે કુટનીતિક મોરચા પર જીીત હાસલ કરી છે. અમે કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રીયકરણ આપ્યું છે. દૂતાવાસો અને રાજ્યના વડાઓ સાથે વાત કરવામાં આવી હતી. કાશ્મીર મુદ્દે 1965 પછી પ્રથમ વખત, યુ.એન.ની સુરક્ષા પરિષદે એક સત્ર બોલાવ્યું હતું.


આ પણ વાંચો;- G7 સમિટ: મોદીએ ટ્રમ્પને રોકડું પરખાવ્યું, કાશ્મીર મુદ્દે કોઇએ કષ્ટ લેવાની જરૂર નથી


પાકિસ્તાની મંત્રીની લુખ્ખી ધમકી, 'PoK પર હુમલો થયો તો થશે યુદ્ધ, બદલાઇ જશે ઉપમહાદ્વીપનો નક્શો'
આ ઉપરાંત પાકિસ્તાનના રેલ મંત્રી શેખ રશીદે કહ્યું કે, જો પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં હુમલો થશે તો યુદ્ધની જાહેરાત થશે. શેખ રશીદે કહ્યું કે, કાશ્મીરમાં આવીને તમે એવું ના સમજો કે ભારતનો એજન્ડો પુરો થઇ ગયો છે. તેઓ પીઓકે પર હુમલો કરી શકે છે. પીઓકે પર હુમલાની જાહેરાત એક યુદ્ધ હશે. પાકિસ્તાન જાતે આટલો મોટો દેશ છે, જોકે, તેના પર હુમલો થયો તો ભારતીય ઉપમહાદ્વીપનો નક્શો બદલાઇ જશે.


આ પણ વાંચો;- પાકિસ્તાની મંત્રીની લુખ્ખી ધમકી, 'PoK પર હુમલો થયો તો થશે યુદ્ધ, બદલાઇ જશે ઉપમહાદ્વીપનો નક્શો'


શેખ રશીદે વધુમાં કહ્યું કે, જો હુમલો થયો તો ભારતીય ઉપમહાદ્વીપનો નક્શો બદલાઇ જશે, કેમકે આ યુદ્ધ માત્ર ભાજપ-પાકિસ્તાનની વચ્ચે યુદ્ધ નહી થયા પૂરા ઉપમહાદ્વીપનું યુદ્ધ હશે.


જુઓ Live TV:-


દુનિયાના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...