નવી દિલ્હી : આતંકવાદીઓની સુરક્ષાનો અડ્ડો બનેલા પાકિસ્તાની ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનને મુક્ત કરી શાંતિ નોબેલ પુરસ્કારની માંગ કરી રહ્યા છે. જો કે પોતાની નાપાક હરકતો યથાવત્ત છે. કંગાળીનો સામનો કરી રહેલ પાકિસ્તાને દબાણ બાદ ભારતીય વાયુસેનાના પાયલોટ અભિનંદનને મુક્ત જરૂર કરી દીધા પરંતુ તેણે તેનાં સંપુર્ણ સામાન પરત નહોતો કર્યો. પાકિસ્તાને વિંગ કમાન્ડર  અભિનંદનની ઘડીયાળ, મોજા અને ચશ્મા પરત કરી દીધા પરંતુ તેની પિસ્ટલ, મેપ અને સર્વાઇવલ કિટ પરત નહોતી કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શોપિયામાં સેનાના કેમ્પ પર આતંકવાદી હુમલો, સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તાર ઘેર્યો

શુક્રવારે જ્યારે અટારી-વાઘા બોર્ડરથી વિંગ કમાન્ડર અભિનંદન ભારતમાં દાખલ થયા., તો ખાલી હાથે આવ્યા હતા અને તેઓ સિવિલ ડ્રેસમાં હતા. તેમનાં હાથમાં ન તો કોઇ બેગ હતી અને ન તો કોઇ અન્ય સામાન. અભિનંદન જ્યારે પાકિસ્તાન કબ્જાનાં વિસ્તારમાં ઉતર્યા, તો સ્થાનીક લોકોએ તેમનો પીછો કર્યો હતો. તેમની પાસે પિસ્ટલ હતી અને તેઓ વાયુસેનાના યુનિફોર્મમાં હતા. આ ઉપરાંત તેની પાસે મહત્વનાં દસ્તાવેજ પણ હતા, જો કે તેમણે દુશ્મનોનાં વિસ્તારમાં પહોચ્યા બાદ તેમને નષ્ટ કરી દેવામાં આવ્યા. 


વિંગ કમાન્ડર અભિનંદનનો ખુલાસો, કઇ રીતે વિત્યા પાકિસ્તાનમાં 60 કલાકનો સમય

હેંડ ઓવર સર્ટિફિકેટ અનુસાર પાકિસ્તાન દ્વારા વિંગ કમાન્ડર અભિનંદનની ઘડીયાળ, મોજા અને ચશ્મા જ પરત કરવામાં આવ્યા હતા. તેમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે, શુક્રવારે ભારતીય પાયલોટ અભિનંદનને પાકિસ્તાની રેન્જર્સે ડેપ્યુટી સુપ્રીટેન્ડેન્ટ શહજાદ ફૈઝલે બીએસએફનાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ સંજય કુમારને સોંપ્યા હતા.