નવી દિલ્હી : હાલમાં જ ધ હેગ ખાતે આંતરરાષ્ટ્રીય કોર્ટ (ICJ) એ પાકિસ્તાન સરકારને આદેશ આપ્યો હતો કે ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને રાજદ્વારી પહોંચ (કાઉન્સેલર એક્સેસ)ની સુવિધા આપવામાં આવે. આ અંગે પાકિસ્તાનનાં વિદેશ મંત્રાલયનાં પ્રવક્તાએ જાધને શુક્રવારે કાઉન્સેલર એક્સેસ આપવાનો પ્રસ્તાવ મુક્યો છે. તેમણે કહ્યું કે, આ અંગે ભારતને માહિતી અપાઇ ચુકી છે અને જવાબની રાહ જોવાઇ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત, દિલ્હીમાં 200 યૂનિટ સુધી વીજળી મફત
ICJ માં ભારતનો વિજય
17 જુલાઇએ કુલભુષણ જાધવ મુદ્દે ભારતની આંતરરાષ્ટ્રીય કોર્ટમાં સિમાચિન્હ રૂપ રાજદ્વારી જીત થઇ હતી. નેધરલેન્ડનાં હેગ ખાતે આવેલી આંતરરાષ્ટ્રીય કોર્ટે ન માત્ર કુલભુષણ જાધવની ફાંસીની સજાને અયોગ્ય ઠેરવી પરંતુ પાકિસ્તાનને આ અંગે પુન: વિચાર કરવા માટે પણ જણાવ્યું. આઇસીજે મુદ્દે પાકિસ્તાનની તમામ વાંધાઓને કોર્ટે ફગાવી દીધા જેમાં આ મુદ્દે સાંભળવાની તેની ગ્રાહ્યતાની વિરુદ્ધ અપાયેલી દલિલોનો પણ સમાવેશ થાય છે. સાથે જ કોર્ટે પાકિસ્તાનનાં તે તર્કને પણ ફગાવી દીધો તો જેમાં કહેવાયું હતું કે ભારતે જાધવની નાગરિકતા અંગે સાચી માહિતી આપી નથી. 


SCએ ઉન્નાવ રેપ સાથે સંકળાયેલા 5 કેસ દિલ્હી ટ્રાન્સફર કર્યા અને કહ્યું 45 દિવસમાં પુરી કરો ટ્રાયલ
UP: ચાકૂની જગ્યાએ બંદૂકથી કાપી કેક, VIDEO વાઈરલ થતા પોલીસ હરકતમાં આવી
કોર્ટનો વિસ્તૃત ચુકાદો તેનાં અધ્યક્ષે વાંચ્યો હતો. કોર્ટે કહ્યું કે, તેનાથી સ્પષ્ટ થાય છે કે જાધવ ભારતીય નાગરિક છે અને ભારતે પણ સ્વિકાર્યું છે કે તેનો નાગરિક છે. જાધવને પાકિસ્તાને માર્ચ, 2016માં પકડ્યો હતો. એપ્રીલ 2017માં પાકિસ્તાનની સૈન્ય કોર્ટે તેને ભારતીય જાસુસ તથા આતંકવાદી ગણાવીને ફાંસીની સજા કરી દીધી હતી. આઇસીજેએ 15-1નાં બહુમતથી કહ્યું કે, જાધવને થયેલી ફાંસીની સજા પર પ્રતિબંધ યથાવત્ત રહેશે. આ સજા પર પાકિસ્તાને પુન: વિચાર કરવો જોઇએ.