પાકિસ્તાને અભિનંદન સાથે કરી હતી આ નાપાક હરકત, એટલે ભારત પાછા ફરવામાં લાગી વાર
ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર પાઈલટ અભિનંદ વર્ધમાનને શુક્રવારે પાકિસ્તાને અટારી વાઘા બોર્ડર પર ભારતને સોંપી દીધો. બપોરે લગભગ 4 વાગે પાકિસ્તાની અધિકારીઓ તેમને લઈને વાઘા બોર્ડર પહોંચી ગયા હતાં. આમ છતાં તેમણે રાતે 9 વાગ્યા પછી ભારતને સોંપવામાં આવ્યો. આટલું મોડું કેમ થયું તેની પાછળ પાકિસ્તાનની એક નાપાક હરકત સામે આવી છે. હકીકતમાં પાકિસ્તાની અધિકારીઓએ અભિનંદનને કેમેરા સામે એક નિવેદન રેકોર્ડ કરવાનું કહ્યું હતું. ત્યારબાદ જ તેમને સરહદ પાર કરીને સ્વદેશ જવા દેવામાં આવ્યાં. સૂત્રોએ આ જાણકારી આપી.
લાહોર: ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર પાઈલટ અભિનંદ વર્ધમાનને શુક્રવારે પાકિસ્તાને અટારી વાઘા બોર્ડર પર ભારતને સોંપી દીધો. બપોરે લગભગ 4 વાગે પાકિસ્તાની અધિકારીઓ તેમને લઈને વાઘા બોર્ડર પહોંચી ગયા હતાં. આમ છતાં તેમણે રાતે 9 વાગ્યા પછી ભારતને સોંપવામાં આવ્યો. આટલું મોડું કેમ થયું તેની પાછળ પાકિસ્તાનની એક નાપાક હરકત સામે આવી છે. હકીકતમાં પાકિસ્તાની અધિકારીઓએ અભિનંદનને કેમેરા સામે એક નિવેદન રેકોર્ડ કરવાનું કહ્યું હતું. ત્યારબાદ જ તેમને સરહદ પાર કરીને સ્વદેશ જવા દેવામાં આવ્યાં. સૂત્રોએ આ જાણકારી આપી.
જો કે હજુ એ સ્પષ્ટ નથી કે તેમણએ દબાણમાં કેમેરા સામે આ નિવેદન આપવાનું કહેવાયું હતું કે નહીં. આ વીડિયોમાં અનેક કટ છે જે દર્શાવે છે કે તેને પરોક્ષ રીતે પાકિસ્તાનના સ્ટેન્ડ મુજબ કાપકૂપ કરીને બનાવવામાં આવ્યો છે. વીડિયો જોઈને સ્પષ્ટપણે પાકિસ્તાનના ઈરાદા શું હશે તે જાણી શકાય છે.
ભારતીય વાયુસેનાએ કહ્યું કે અભિનંદને પાકિસ્તાનનું એફ 16 વિમાન તોડી પાડ્યું પરંતુ તેની મુક્તિ અગાઉ રેકોર્ડ કરાયેલા આ વીડિયો સંદેશમાં તેનો કોઈ ઉલ્લેખ નથી. પાકિસ્તાની સરકારે સ્થાનિક સમય મુજબ રાતે સાડા આઠ વાગે પાઈલટનો વીડિયો સંદેશ સ્થાનિક મીડિયાને જારી કર્યો. આ વિડિયોમાં અભિનંદને જણાવ્યું કે તેને કેવી રીતે પકડવામાં આવ્યો.
એક સૂત્રએ કહ્યું કે તેનો વીડિયો સંદેશ રેકોર્ડ કરવાના કારણે ભારતને સોંપવામાં વાર લાગી. ભારતનો પક્ષ છે 27 ફેબ્રુઆરીએ જ્યારે જમ્મુ અને કાશ્મીરમાં ભારતીય સૈન્ય પ્રતિષ્ઠાનોને નિશાન બનાવવા આવેલા વાયુસેનાના વિમાનો સાથે હવાઈ સંઘર્ષ કરી રહેલા ભારતીય વિમાનોમાંથી એક મિગ 21 જેમાં અભિનંદન હતાં તે પાક વિમાનની પાછળ ગયા હતાં અને તોડી પાડ્યું હતું. જેમાં ભારતીય વિમાન પણ ક્રેશ થયું અને અભિનંદન પીઓકેમાં પેરાશૂટથી ઉતરણ કરી ગયાં. તેના એક દિવસ પહેલા જ ભારતે પાકિસ્તાનના બાલાકોટમાં આતંક વિરોધ અભિયાન ચલાવ્યું હતું.
પાકિસ્તાની મીડિયાના અહેવાલ છે કે વાઘા ઈમિગ્રેશન પર અભિનંદનના દસ્તાવેજની તપાસ થઈ રહી હતી અને આથી તેને તરત ભારતને સોંપવામાં ન આવ્યો. અટારી બોર્ડરથી ભારત આવ્યાં બાદ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને અમૃતસરથી દિલ્હી લાવવામાં આવ્યાં. રાતે 12 વાગે તેઓ ખાસ વિમાનથી પાલમ એરપોર્ટ પહોંચ્યાં. અહીં તેમને આર આર હોસ્પિટલ માટે રવાના કરી દેવાયા હતાં. ચાર દિવસ તેઓ હોસ્પિટલમાં જ રહેશે. આ દરમિયાન ડોક્ટરની એક ટીમ તેમની નિગરાણી કરશે.
વાઘા બોર્ડર પર પહોંચ્યા બાદ વિંગ કમાન્ડર અભિનંદનનું પહેલું રિએક્શન એ હતું કે ઘરે પાછા ફરીને હું ખુશ છું. જો કે હજુ તેમણે લાંબા મેડિકલ ચેકિંગ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. આ દરમિયાન ડોક્ટરો તેમના પર વોચ રાખશે. ત્યારબાદ જ તેઓ ઘરે પાછા ફરી શકશે. ત્યારબાદ બાદ જ એરફોર્સનું પણ કોઈ અધિકૃત નિવેદન સામે આવશે. પાકિસ્તાન હાલ એક વીડિયો ચલાવી રહ્યું છે જેને એડિટેડ વીડિયો કહેવાઈ રહ્યો છે.