ઇસ્લામાબાદ : પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાને સોમવારે કહ્યું કે, કાશ્મીર મુદ્દાનો ઉકેલ લાવવા માટે વ્યક્તિ નોબેલ શાંતિ પુરસ્કારનો હકદાર હશે. ખાને આ નિવેદન પાકિસ્તાનની સંસદમાં આ પ્રસ્તાવ લાવવામાં આવવાનાં થોડા દિવસો બાદ  આવ્યો છે. જેમાં ભારતની સાથે તણાવને ઘટાડવા માટેનાં પ્રયાસોનો હવાલો ટાંકતા, તેમને આ પ્રતિષ્ઠિત પુરસ્કાર આપવામાં આવ્યા હોવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાને ટ્વીટ કર્યું કે, હું નોબેલ પુરસ્કારનો હકદાર નથી. તેનો અસલી હકદાર તે વ્યક્તિ હશે જે કાશ્મીરી લોકોની ભાવના અનુરુપ કાશ્મીર મુદ્દાનો ઉકેલ લાવશે અને ઉપમહાદ્વીપમાં શાંતિ અને માનવ વિકાસનાં કાર્યોને પ્રશસ્ત કરશે. ઉલ્લેખનીય છે કે બે માર્ચને ભારતીય વાયુસેનાનાં વિંગ કમાન્ડરને મુક્ત કરવાનાં ખાનનાં નિર્ણયથી પાકિસ્તાન અને ભારતની વચ્ચે તણાવ દુર હોવાનો હવાલો ટાંકતા પાકિસ્તાનનાં નિચલા સદન નેશનલ એસેમ્બલીનાં સચિવાલયમાં આ પ્રસ્તાવ સોંપવામાં આવ્યો હતો. પ્રસ્તાવ અનુસાર ખાને તણાવની હાલની સ્થિતીમાં જવાબદારીપુર્ણ વર્તન કર્યું અને એટલા માટે તેઓ નોબલ શાંતિ પુરસ્કારના હકદાર છે. 


રાહુલ ગાંધીને અમેઠીનો વિકાસ થવાનો ડર સતાવી રહ્યો છે: સ્મૃતિ ઇરાની

પુલવામા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતીય વાયુસેનાએ 26 ફેબ્રુઆરીએ પાકિસ્તાનનાં બાલકોટ ખાતે જૈશ એ મોહમ્મદનાં પ્રશિક્ષણ શિબિર પર હવાઇ હુમલો કર્યો હતો, જેના આગામી દિવસે પાકિસ્તાને એફ16 સહિત 24 ફાઇટર વિમાનોની સાથે  ભારતમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો. 

ભારત અને પાકિસ્તાન વાયુસેનાનાં ફાઇટર વિમાનો વચ્ચે ઘર્ષણ દરમિયાન મિગ-21 તુટી પડ્યા બાદ પાયલોટ પાકિસ્તાનનાં કબ્જાવાળા કાશ્મીર (પીઓકે)માં ઉતરી ગયા હતા. ત્યાર બાદ પાકિસ્તાને ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનને કસ્ટડીમાં લઇ લીધા હતા. ઇમરાન ખાને ફેબ્રુઆરીએ શાંતિની પહેલ અને ભારત સાથે વાતચીત ચાલુ કરતા પહેલા પગલા તરીકે પાયલોટ અભિનંદનને મુક્ત કરવાની જાહેરાત કરી હતી. અભિનંદને ગત્ત શુક્રવારે વાઘા સીમાથી મુક્ત કરી દેવામાં આવ્યા હતા.