વડાપ્રધાન તરીકે ચૂંટાયા બાદ પહેલીવાર અમેરિકા જશે પાક.PM ઇમરાન
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે વાતચીત થશે, મીડિયા રિપોર્ટમાં આ અંગે માહિતી અપાઇ હતી
ઇસ્લામાબાદ : પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનનું 20 જુલાઇના રોજ અમેરિકા પોતાની પહેલી યાત્રા પર જવાનો કાર્યક્રમ છે. આ દરમિયાન તેમની અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાતચીત થશે. મીડિયા રિપોર્ટમાં આ અંગે મહિતી અપાઇ હતી. એક્સપ્રેસ ટ્રીબ્યુનલ રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, આ દરમિયાન ખાનની પહેલી વાર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સામ સામે વાતચીત થશે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, વડાપ્રધાન ઇમરાન ખાન અમેરિકાની પોતાની પાંચ દિવસની યાત્રા 20 જુલાઇથી ચાલુ કરશે અધિકારીક સુત્રોએ પણ તેની પૃષ્ટી કરી છે.
પહેલુ ખાન સામે ચાર્જશીટ, CM ગેહલોતે કહ્યું-જરૂર પડી તો ફરીથી તપાસ કરાવીશું
મુળભુત રીતે ખાનની અમેરિકા યાત્રા જુનમાં થવાની હતી પરંતુ વડાપ્રધાન ઘરેલુ કાર્યોને જોતા ખાસ કરીને બજેટ 2019ને ધ્યાને રાખીને આ યાત્રા ટાળવામાં આવી હતી. વિદેશ મંત્રી શાહ મોહમ્મદ કુરૈશીએ ગુરૂવારે પત્રકારોને જણાવ્યું કે, વડાપ્રધાન ઇમરાન ખાન અને ટ્રમ્પની વચ્ચે બેઠક ઝડપથી યોજાય તેવી શકંયતા છે. જો કે તેમણે યાત્રાની તારીખ નહોતી કહી.
કોંગ્રેસ પ્રવક્તા વિકાસ ચૌધરી હત્યાકાંડમાં મહિલા સહિત 2ની ધરપકડ, મુખ્ય આરોપીની શોધ ચાલુ
લોકસભા ઈલેક્શનમાં પ્રચંડ બહુમત બાદ પીએમ મોદી હવે કરશે ‘મન કી બાત’
કુરેશીએ કહ્યું કે, વડાપ્રધાન ઇમરાન ખાન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિમંત્રણ પર વોશિંગ્ટન યાત્રાએ જશે. ટ્રમ્પ મહત્વપુર્ણ ક્ષેત્રીય મુદ્દાઓ પર ખાન સાથે વાતચીત કરવા ઇચ્છે છે. ટ્રમ્પ તંત્રના કાર્યકાળમાં અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે પહેલી ઉચ્ચ સ્તરીય વાતચીત થશે. આ વાતચીત એવા સમયે થશે જ્યારે અમેરિકા અફઘાન તાલિબાનો વચ્ચે એવું માનવામાં આવી રહ્યું છે કે મંત્રણા નિર્ણાયક તબક્કા સુધી પહોંચી ચુકી છે.