નવી દિલ્હી: પાકિસ્તાન (Pakistan)ના ઇસ્લામાબાદમાં સ્થિત ભારતીય ઉચ્ચ આયોગમાં કાર્યરત બે ગુમ થયેલ અધિકારીઓને મુક્ત કરવામાં આવ્યા છે અને તે બંને ભારતીય દૂતાવાસમાં પરત ફર્યા છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ભારતીય અધિકારીઓને પાક અધિકારીઓ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

થોડા સમય અગાઉ આ મામલને લઇ ભારતીય વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના ડેપ્યુટી હાઈ કમિશનરને સમન્સ પાઠવ્યું હતું. ભારતીય વિદેશ મંત્રાલયે પણ આ મામલો પાકિસ્તાનના વિદેશ મંત્રાલય સમક્ષ ઉઠાવ્યો હતો.


આ પણ વાંચો:- હજી વધુ તબાહી મચાવી શકે છે Coronavirus! ઓગસ્ટમાં ચરમસીમાએ હશે


ભારત સરકારના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, પાકિસ્તાની રાજદ્વારીને એક પત્ર સોંપવામાં આવ્યો હતો, જેમાં તે સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે ભારતીય અધિકારીઓથી કોઈ પૂછપરછ કે સતામણી ન થવી જોઈએ. સંબંધિત પત્રમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય રાજદ્વારીઓને બચાવવાની જવાબદારી પણ પાકિસ્તાની અધિકારીની રહેશે. પાકિસ્તાનને બંને અધિકારીઓને સત્તાવાર કાર સાથે તાત્કાલિક પાછા હાઈ કમિશનમાં મોકલવા પણ કહેવામાં આવ્યું હતું.


આ પણ વાંચો:- Lockdown સાથે છેડછાડ, તેથી હાહાકાર, કેમ ન ચાલ્યું 'કેજરીવાલનું મોડલ-5T'?


પાકિસ્તાની મીડિયામાં ચાલે છે પ્રચાર
પાકિસ્તાની મીડિયામાં આ પ્રચાર ચાલી રહ્યો હતો કે ભારતીય અધિકારીઓ હિટ એન્ડ રનમાં સામેલ છે અને પાકિસ્તાની અધિકારીઓ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube