ગીતાએ પહેલા દિવસે માત્ર 4 યુવકો સાથે કરી વાત: પસંદ ન આવ્યો મુરતિયો
પાકિસ્તાનથી આવેલી ગીતાનાં વરની પસંદગી માટેની પ્રક્રિયા વિદેશ મંત્રાલય પોતાની નજર હેઠળ ચાલુ રાખી છે
ઇંદોર : પાકિસ્તાનથી આવેલી ગીતાનાં લગ્ન માટે વરની પસંદગીની પ્રક્રિયા આજે ઇંદોરમાં ચાલુ થઇ. મધ્યપ્રદેશના ઇંદોરમાં આજે બે દિવસના સ્વયંવરમાં ગીતા પોતાનાં જીવનસાથીની પસંદગી કરશે. સમગ્ર દેશમાં આવેલા ઘણા બાયોડેટામાંથી 14 લડકા ફાઇનલ કરવામાં આવ્યા અને હવે તેમાંથી ગીતા આજે છ અને શુક્રવારે બાકીનાં 8 યુવકોને મળીને પોતાનો જીવન સાથી પસંદ કરશે. જો કે ગુરૂવારે ગીતાએ માત્ર 4 યુવકો સાથે જવાત કરી અને તેમાંથી તેને કોઇ પણ પસંદ આવ્યો નહોતો.
ગીતા સાથે લગ્ન ઇચ્છુક 4 યુવકોએ પોતાની વાત કરવા માટે દરેકને 10 મિનિટનો સમય આપવામાં આવ્યો હતો. હાલ ચાર યુવક ગીતાની સમક્ષ વિવાહનો પ્રસ્તાવ લઇને આવ્યા. પરદેસીપુરાનાં મુક બધિર પ્રશિક્ષણ કેન્દ્રમાં વિવાહ યોગ્ય યુવકો સાથે ચર્ચા કરવામાં આવી. ગીતોને કોઇ પણ વર પસંદ નહોતો આવ્યો. હવે શુક્રવારે બાકી બચેલા યુવકોને ગીતા ફરીથી મળશે.
દેશનાં ઘણા હિસ્સાઓમાંથી આવ્યા છે યુવકો
ગીતા સાથે લગ્ન કરવા માટે આવેલા બાયોડેટા લિસ્ટમાં ખેડૂતથી માંડીને સોફ્ટવેર એન્જિનિયર સુધીનો સમાવેશ થાય છે. ગુરૂવારે જે યુવક સાથે ગીતા મુલાકાત કરસે તેમાં પગથી દિવ્યાંગ, સંપુર્ણ મુક બધીર, આંશિક મુક બધીર અને સામાન્ય યુવકો પણ છે. દેશનાં મધ્યપ્રદેશનાં ઇંદોર, ભોપાલ, ટીકમગઢ, ઉત્તરપ્રદેશનાં મથુરા, આગરા, અલીગઢ અને રાજસ્થાન, દિલ્હી, ગુજરાત અને બિહારથી યુવકો આવ્યા છે. તેનો સ્વયંવર ઇન્દોરનાં પરદેશીપુરા ખાતે સમાજકલ્યાણ પરિસરમાં તંત્રનાં અધિકારીઓની હાજરીમાં થશે.
ગીતાને જોઇએ છે આઠમું વચન
ગીતાનાં લગ્ન મુદ્દે વિદેશ મંત્રાલય પોતે તમામ સારસંભાળ કરી રહ્યું છે. શરૂઆતમાં બાયોડેટા મોકલનારા 30માંથી 14ને ગીતાએ પસંદ કર્યા હતા. ગીતા હાલ મુકબધીર સેન્ટરમાં છે.ગીતાએ જો કે લગ્ન માટે અનોખી શરત મુકી છે. ગીતા તે જ યુવકને પોતાનો જીવન સાથી બનાવશે જે લગ્નમાં તેને 8માં વચન સ્વરૂપે તેનાં માતા - પિતાને શોધવાનું કામ કરશે. વિદેશમંત્રાલયની તરફથી પહેલા આ વાતની જાહેરાત નહોતી કરાઇ.