ઇસ્લામાબાદ : પાકિસ્તાન આગામી નાણાકીય વર્ષમાં એક મહત્વકાંક્ષી અંતરિક્ષ કાર્યક્રમને લોન્ચ કરવાની તૈયારીમાં છે. જેનો ઉદ્દેશ્ય ભારત પર નજર રાખવાનો છે. એક મીડિયા અહેવાલ અનુસાર આ પ્રોગ્રામ દ્વારા પાકિસ્તાન પોતાનાં સિવિલ તથા મિલેટરી ઉદ્દેશ્યો માટે વિદેશી સેટેલાઇટ્સ પર પોતાની નિર્ભરતા ઘટાડવા માંગે છે. રિપોર્ટ અનુસાર અંતરિક્ષ વિજ્ઞાનનાં ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવા માટે ઘણા પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવશે અને નાગરિક તથા સૈન્ય સંચાર માટે વિદેશી સેટેલાઇટ્સ પર ખાસ કરીને અમેરિકી અને ફ્રાંસિસી સેટેલાઇટ પર નિર્ભરતા ઘટાડવામાં આવશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડોન ન્યૂઝનાં અહેવાલ અનુસાર 2018-19 માટે સ્પેસ એન્ડ અપર એટમસ્ફીઅર રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (Suparco)નું બજેટ 4.7 અબજ રૂપિયાનું રાખવામાં આવ્યું છે. જેમાં 2.55 અબજ રૂપિયાનાં 3 નવા પ્રોજેક્ટ માટે છે. સુપાર્કો વિદ્યાર્થીઓ અને લોકોમાં અંતરિક્ષ ટેક્નોલોજી મુદ્દે જાગૃતતા વધારવા માટે 2005થી નિયમિત રીતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યા કરે છે. 

સુપાર્કોને ફાળવવામાં આવેલા બજેટમાં પાકિસ્તાન મલ્ટી મિશન સેટેલાઇટ (PAKSAT-MM1) માટે 1.35 અબજ રૂપિયા આપવામાં આવ્યા છે. તે ઉપરાંત પાકિસ્તાન 1 અબજ રૂપિયા કરાંચી, લાહોર અને ઇસ્લામાબાદમાં પાકિસ્તાન સ્પેસ સેન્ટર સ્થાપિત કરવામાં આવશે. 

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આગામી નાણાકીય વર્ષમાં કરાંચીમાં સ્પેસ એપ્લિકેશન રિસર્ચ સેન્ટર સ્થાપિત કરવા માટે 20 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર PAKSAT-MM1નો કુલ ખર્ચ 27.57 અબજ રૂપિયા છે અને સ્પેસ સેન્ટરની સ્થાપના કરવા માટેનો ખર્ચો 26.91 અબજ રૂપિયા છે. 

વિશ્લેષકોનું કહેવું છે કે, જીપીએસ, મોબાઇલ ટેલિફોની અને ઇન્ટરનેટ સહિત સિવિલ કમ્યુનિકેશન સેક્ટરની વધી રહેલી માંગનાં કારણે આધુનિક સ્પેસ પ્રોગ્રામ હાલનાં સમયની જરૂરિયાત છે. તે ઉપરાંત ક્ષેત્રમાં બદલાઇ રહેલા સમીકરણોને ધ્યાને રાખીને આધુનિક અંતરિક્ષ કાર્યક્રમ આ સમયની જરૂરિયાત છે. એક સંરક્ષણ વિશ્લેષક મારિયા સુલ્તાને કહ્યું કે, વિસ્તારમાં 2 અસામાન્ય ગતિવિધિઓ રણનીતિક સ્થિતીને પ્રભાવિત કરી રહી છે. સૌથી પહેલા તો પાકિસ્તાનને ભારત પર નજર રાખવાની છે. બીજી વાત છે કે પહેલા તેનાં પ્રોગ્રામ સીમિત ગુણવત્તા વાળા હતા પરંતુ હવે અમેરિકા ભારતીય અંતરિક્ષ કાર્યક્રમમાં સક્રિય રીતે સહયોગ કરી રહ્યું છે.