દુબઇમાં ધરપકડ બાદ મોસ્ટ વોન્ટેડને ભારત લાવવાનો હતો પરંતુ ગયો પાકિસ્તાન
ભાજપના ગુજરાતી ધારાસભ્ય હરેન પંડ્યાની હત્યા ઉપરાંત આતંકવાદી ગતિવિધિઓમાં સંડોવાયેલા ફારુખ દેવડીવાલાની દુબઇમાં ધરપકડ થયા બાદ પાકિસ્તાનને રહસ્યો ખુલી જવાની ભીતી થતા તેનું પ્રત્યાર્પણ કર્યું
મુંબઇ : ભાજપ નેતા હરેન પંડ્યાની હત્યાનો આરોપી અને ડી કંપનીના વડા ડોન ઇબ્રાહિમના નજીકના ગેંગસ્ટર ફારુક દેવડીવાલાને ભારતીય ગુપ્તચર એજન્સીએ ગુપ્ત માહિતીના આધારે ઝડપી લેવામાં આવ્યો હતો. જો કે સુત્રો અનુસાર હવે તેને ભારત સરકારને સોંપવાના બદલે દુબઇ સરકારે પાકિસ્તાનને સોંપી દીધો છે. હરેન પંડ્યાની હત્યા ઉપરાંત આતંકવાદી ગતિવિધિમા પણ સંડોવાયેલો ફારુક દેવડીવાલા દુબઇમાં ઝડપાયા બાદ જ્યારે પાકિસ્તાનને લાગ્યું કે ભારત ફારૂખના કન્ફેશનથી પાકિસ્તાનના રહસ્ય પરથી પરદો ઉઠાવી શકે છે તો પાકિસ્તાની નકલી દસ્તાવેજોની મદદથી ફારુખ દેવડીવાલાને પાકિસ્તાનનો નાગરિક ગણાવીને દુબઇ પાસેથી તેની કસ્ટડી માંગી.
બીજી તરફ દુબઇ સરકારે પણ પાકિસ્તાનનાં દાવાને સાત્ય માનતા ભારતનો વિશ્વાસઘાત કરતા ફારુખની કસ્ટડી પાકિસ્તાનને સોંપી દીધી હતી. સુત્રો અનુસાર ફારુખની સાથે ધરપકડ કરાયેલ મુંબઇના જોગેશ્વરીનો રહેવાસી સૈમ નામનો આરોપી પણ ફારુખ સાથે ઇન્ડિયાના બદલે પાકિસ્તાન પહોંચી ગયો. સુત્રોનું કહેવું છે કે પાકિસ્તાને પોતાની ગુપ્તચર એજન્સી આઇએસઆઇની અંદર એક ખાસ સેલ બનાવેલો છે, જેની જવાબદારી હોય છે કે તે ભારતમાં વોન્ટેડ આરોપીઓને વિદેશમાં ધરપકડ બાદ તેના નકલી દસ્તાવેજો બનાવે. ભારત તેના આરોપીને હિન્દુસ્તાની હોવાનો દાવો કરવાથી પહેલા જ તે આરોપીના પાકિસ્તાની હોવાનો દાવો કરીને તેની કસ્ટડી પ્રાપ્ત કરવામાં આવે. આ સેલનો પ્રયાસ માત્ર એટલો હોય છે કે વિદેશમાં ધરપકડ કરાયેલ વોન્ટેડ આરોપી કોઇ પણ પરિસ્થિતીમાં ભારત પર આવી પહોંચે.
કોણ છે ફારુખ દેવડીવાલા ?
આશરે ડોઢ દશક પહેલા થયેલી ભાજપ નેતા હરેન પંડ્યાની હત્યા મુદ્દે દાઉદ ઇબ્રાહિમના નજીકનો ગેંગસ્ટર હાલમાં જ મહારાષ્ટ્ર એટીએસએ મુબઇના ફૈઝલ ખાન અને ગાંધીધામના અલ્લારખા નામના બે શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી હતી, જેમણે રેલ્વે ટ્રેકને ઉડાવવાની ટ્રેનિંગ પાકિસ્તાનમાંથી લીધી હતી. આ બંન્નેની થયેલી પુછપરછમાં ફારુક અને સેમનું નામ સામે આવ્યું હતું. જેમણે તેમની સાથે પાકિસ્તાનમાં ફિદાયીન હૂમલાની ટ્રેનિંગ લીધી હતી.
અગાઉ પણ પાકિસ્તાન આ પ્રકારના ગતકડા કરી ચુક્યું છે.
અગાઉ થાઇલેન્ડ પોલીસે અંડરવર્લ્ડ ડોન છોટા રાજન પર ગોળી ચલાવવાના મુદ્દે દાઉદના શૂટર મુદર્સર હુસૈન સૈયદ ઉર્ફે મુન્ના ઝિંગાડાને વર્ષ 2001માં ધરપકડ કરવામાં આવી હતી. મુંબઇના જોગેશ્વરી વિસ્તારનો રહેવાસી મુન્ના ઝિંગાડાને બેંકોકની કોર્ટે 8 વર્ષની સજા ફટકારી હતી. જે વર્ષ 2008માં પુરી થઇ ગઇ.ત્યારથી માંડીને અત્યાર સુધી છેલ્લા 10 વર્ષોમાં થાઇલેન્ડની કોર્ટે મુન્ના ઝિંગાડાના પ્રત્યાર્પણનો કેસ ફસાવેલો છે. કારણ કે પાકિસ્તાને થાઇલેન્ડની કોર્ટમાં પણ નકલી દસ્તાવેજોના આધારે દાવો કર્યો કે મુન્ના ઝિંગાડા ભારતીય નહી પરંતુ પાકિસ્તાની નાગરિક છે. જ્યારે આ મોડસ ઓપરેંડીનો ઉપયોગ ભારતીય નહીપરંતુ પાકિસ્તાની નાગરિક છે. આ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ પાકિસ્તાને હવે દુબઇમાં પણ ફારુક દેવડીવાલાના મુદ્દે કર્યો અને તેને આ વખતે પણ સફળતા મળી ગઇ.
જો કે દુબઇ તંત્ર ભારતના પક્ષમાં ગયા વગર જ ફારુકને પાકિસ્તાનને કઇ રીતે સોંપી દીધો. ભારતીય એજન્સીઓ આ માથાપચ્ચીસી કરી રહી છે કે આખરે દાઉદ અને પાકિસ્તાનનાં ઘણા રહસ્યો છુપાવીને બેઠેલા ફારુકને બીજીવાર ભારત કઇ રીતે લાવવામાં આવે.