શ્રીનગર : ઉત્તરી કાશ્મીર કુપવાડા જિલ્લાનાં તંગધાર સેક્ટરમાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાન તરફથી સંઘર્ષ વિરામનુ ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. જેના પગલે ભારતીય સેના દ્વારા પણ મુંહતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. પાકિસ્તાન દ્વારા કરાયેલા ગોળીબારનાં જવાબમાં ભારતીય સેના પણ મુંહતોડ ફાયરિંગ કરી રહી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાની સેનાએ રવિવારે સાંજે સીઝ ફાયયરનું ઉલ્લંઘન કરતા કોઇ પ્રકારની ઉશ્કેરણી વગર જ ફાયરિંગ ચાલુ કરી દીધું હતું. સાથે સાથે મોર્ટાર મારો પણ ચલાવ્યો હતો. પાકિસ્તાન તરફથી થઇ રહેલા ગોળીબારના જવાબમાં ભારતીય સેનાએ પણ વળતો જવાબ આપવામાં આવી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે બંન્ને સેનાઓ તરફથી હળવું ફાયરિંગ હજી પણ ચાલી રહ્યું છે. જો કે આ ગોળીબારમાં કોઇ જાનમાલનું નુકસાન થયું હોવાની માહિતી નથી. 

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ પાકિસ્તાનના સંરક્ષણ દિવસ પ્રસંગે પાકિસ્તાની આર્મી ચીફ કમર જાવેદ બાઝવાએ સીમા પર પાકિસ્તાની સૈનિકોની શહાદતનો બદલો લેવાની અને ભારતને ગંભીર પરિણામો ભોગવવા માટે તૈયાર રહેવાની ધમકી ઉચ્ચારી હતી.