નવી દિલ્હી: પુલવામા હુમલાનો ભારતે બદલો લેતાં મંગળવારે વહેલી સવારે પીઓકે વિસ્તારમાં આતંકી અડ્ડાઓ પર કહેર વરસાવ્યો હતો અને પાકિસ્તાની સેનાની આડમાં ચાલતા આતંકી કેમ્પોનો સફાયો કર્યો હતો. જેમાં પાકિસ્તાની આતંકી સંગઠનોના આકાઓ સહિત બસોથી ત્રણસો જેટલા આતંકીઓ માર્યા ગયાનું જાણવા મળે છે. આ હુમલાથી અકળાયેલા પાકિસ્તાને બુધવારે સવારે ભારતીય સીમામાં પ્રવેશ કરવાનો હિન પ્રયાસ કરતાં ભારતીય વાયુ સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે. જેમાં એક પાકિસ્તાની જેટ તોડી પડાયું છે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીટીઆઇના અહેવાલથી મોટા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાની જેટ વિમાનોએ ભારતીય હવાઇ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાની વિમાનોએ જમ્મૂ કાશ્મીરના રાજોરી જિલ્લાના નૌશેરા સેક્ટરના બોર્ડર વિસ્તારમાં પ્રેવશ કર્યો હતો. ભારતીય વાયુસેના હાઇએલર્ટ પર છે. વાયુસેનાને પાકિસ્તાનની ચળવળ જોઇને બોમ્બમારો કરવાના આદશે આપવામાં આવ્યા છે. ભારતીય વાયુ સેનાએ વળતો જવાબ આપતાં પાકિસ્તાનના જેટ વિમાનને તોડી પાડવામાં આવ્યું છે. 


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...