પાકિસ્તાન ન્યૂક્લિયર પાવર છોડવા તૈયાર છે, પરંતુ ભારત સામે મૂકી મોટી શરત
પોતાની પહેલી અધિકારીક મુસાફરી પર અમેરિકા ગયેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું કે, તેઓ પરમાણુ હથિયારોને છોડવા માટે તૈયાર છે. ફોક્સ ન્યૂઝને આપવામાં આવેલા ઈન્ટરવ્યૂમાં ઈમરાન ખાને કહ્યું કે, પાકિસ્તાન પરમાણુ શક્તિઓને છોડવા માટે તૈયાર છે. પરંતુ તેના માટે તેમણે એક શરત પણ રાખી છે. ઈમરાન ખાને કહ્યું કે, જો ભારત પરમાણુ હથિયાર છોડવાનો વાયદો કરશે, તો જ પાકિસ્તાન પણ આવું કરવા માટે તૈયાર રહેશે.
વોશિંગ્ટન :પોતાની પહેલી અધિકારીક મુસાફરી પર અમેરિકા ગયેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું કે, તેઓ પરમાણુ હથિયારોને છોડવા માટે તૈયાર છે. ફોક્સ ન્યૂઝને આપવામાં આવેલા ઈન્ટરવ્યૂમાં ઈમરાન ખાને કહ્યું કે, પાકિસ્તાન પરમાણુ શક્તિઓને છોડવા માટે તૈયાર છે. પરંતુ તેના માટે તેમણે એક શરત પણ રાખી છે. ઈમરાન ખાને કહ્યું કે, જો ભારત પરમાણુ હથિયાર છોડવાનો વાયદો કરશે, તો જ પાકિસ્તાન પણ આવું કરવા માટે તૈયાર રહેશે.
કોણ જીતશે જુનાગઢનો જંગ? મતગણતરી શરૂ, 159 ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો થશે
પરમાણુ યુદ્ધનો કોઈ વિકલ્પ નથી : ખાન
ઈન્ટરવ્યૂમાં જ્યારે ઈમરાનને પૂછવામાં આવ્યું કે, શુ ભારત પરમાણુ હથિયારને છોડવા માટે તૈયાર થશે, શું પાકિસ્તાન પણ આવું કરશે. ઈમરાન ખાને જવાબ આપ્યો કે, હા, કેમ કે પરમાણુ યુદ્ધ કોઈ વિકલ્પ નથી. ભારત અને પાકિસ્તાનની વચ્ચે પરમાણુ યુદ્ધની વાત કરવી આત્મઘાતી છે, કારણ કે, અમારી સંયુક્ત સીમા 2500 માઈલ લાંબી છે.
ખેતી નિષ્ફળ જતા પોરબંદરના ખેડૂતોને રોવાનો વારો આવ્યો, પાક વીમાની કરી માંગ
ભારત-પાક સીમા પર તણાવ વધ્યો
ભારત અને પાકિસ્તાનની પરિસ્થિતિ પર વાત કરતા ઈમરાન ખાને કહ્યું કે, આ વર્ષે ફેબ્રુઆરી બાદ કેટલીક એવી ઘટનાઓ બની, જેનાથી બંને દેશોની સીમા પર ફરીથી તણાવ વધી ગયો છે. ઈમરાને કહ્યું કે, અમેરિકા દુનિયાનો સૌથી તાકાતવાર દેશ છે અને ભારત તથા પાકિસ્તાનની વચ્ચે મધ્યસ્થા કરી શકે છે અને મુદ્દો માત્ર કાશ્મીર જ છે. આગળ બોલતા ઈમરાન ખાને કહ્યું કે, ગત 70 વર્ષોમાં ભારત અને પાકિસ્તાન એક સભ્ય પાડોશીની જેમ રહી શક્યા નથી, જેનું એકમાત્ર કારણ કાશ્મીર છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :