Seema Haider latest news: પાકિસ્તાની યુવતી સીમા હૈદર પર ભારતીય તપાસ એજન્સીઓનો સકંજો કસાઈ શકે છે. જો કે હજુ સુધી પૂછપરછમાં એવું કઈ નથી મળ્યું કે તેના પાકિસ્તાન કે ગુપ્તચર એજન્સી ISI નો એજન્ટ હોવાની પુષ્ટિ થતી હોય. અત્યાર સુધીની મેરાથન પૂછપરછ બાદ યુપી એટીએસને શક છે કે સીમા તેમને ગુમરાહ કરી રહી છે. હકીકતમાં 5મી સુધી અભ્યાસ કર્યો હોવાનો દાવો કરતી સીમા હૈદર જે કોન્ફિડન્સ સાથે મોટાભાગના સવાલોના ધડાધડ જવાબ આપી રહી છે તેનાથી એટીએસ અને અન્ય એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. હવે એ વાતની પણ તપાસ થઈ રહી છે કે ક્યાંક સીમા પર નજર રાખનાર કોઈ તેને ગાઈડ તો નથી કરતું. આ મામલે યુપી એટીએસને ગુપ્તચર એજન્સી આઈબી પાસેથી કેટલીક મહત્વની જાણકારીઓ મળી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સચિન સિવાય પણ અનેક લોકો સાથે સંપર્ક?
અત્યાર સુધીની પૂછપરછમાં સીમા હૈદરને નોઈડા સ્થિત રબુપૂરા ગામ સુધી પહોંચવામાં કોણે કોણે મદદ કરી તે સવાલનો પણ સાચો જવાબ આપી શકી નથી. આ ઉપરાંત યુપી એટીએસની પૂછપરછમાં એક ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે સીમાએ કેટલાક સૈન્ય અધિકારીઓને પણ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. ભારત આવતા પહેલા સીમાએ 70 હજાર પાકિસ્તાની રૂપિયામાં એક મોબાઈલ ખરીદ્યો હતો. પૂછપરછ દરમિયાન સીમાએ યુપી એટીએસને પોતાના મોબાઈલ ખરીદવાની જાણકારી આપી છે. પૂછપરછમાં એ પણ પૂછવામાં આવ્યું કે શું તને કોઈએ મોબાઈલ પર મેસેજિંગ અને ઈન્ટરનેટથી ચેટિંગમાં સાવધાની વર્તવાનું કહ્યું હતું? શું તું કોઈ કોડ વર્ડનો ઉપયોગ કરતી હતી? વાતચીત માટે પૂછપરછમાં એટીએસએ એમ પણ પૂંછ્યું કે શું તેણે ક્યારેય ફૂફી કે ફલ જેવા શબ્દોનો કોડવર્ડ તરીકે ઉપયોગ કર્યો હતો?


આ પણ વાંચોઃ હોટલ રૂમ નંબર 204... કાઠમાંડૂની હોટલમાંથી સામે આવ્યા સીમા-સચિનના રાઝ


આઈએસઆઈમાં ફૂફી શબ્દ એ વ્યક્તિ માટે વપરાય છે જે દેશ સંલગ્ન જાણકારીઓ આઈએસઆઈ સુધી મોકલવાનું કામ કરે છે. ફલ શબ્દનો ઉપયોગ રૂપિયા માટે થાય છે. યુપી એટીએસએ એ પણ પૂછ્યું કે તમે આટલી શુદ્ધ હિન્દી કેવી રીતે બોલી શકો છો, હિન્દુ રિતી રિવાજ વિશે કેવી રીતે ખબર પડી?


સીમા હૈદર પર યુપી એટીએસનો શક વધ્યો
એટીએસને એટલા માટે પણ શક છે કારણ કે સીમા હૈદરે પોતાને પાકિસ્તાનમાં રહેતી એક ગરીબ છોકરી  ગણાવી હતી. પાકિસ્તાનમાં લગભગ દરેક વ્યક્તિ ઉર્દુ બોલે છે. હિન્દી શબ્દોને પાકિસ્તાનમાં દૂર દૂર સુધી કોઈ નાતો નથી. પરંતુ આ યુવતીની ભાષામાં ક્યાંય ઉર્દુ ઝલકતી નથી. સીમા હૈદરના શબ્દોમાં પણ ક્યાંય ઉર્દુનો ઉલ્લેખ દેખાતો નથી. શું એ શક્ય છે કે માત્ર ગણતરીના મહિનામાં વર્ષો સુધી પાકિસ્તાનમાં રહેતી એક ગરીબ છોકરીની ભાષા સંપૂર્ણ રીતે બદલાઈ જાય. તે હિન્દીના એવા એવા મુશ્કેલ શબ્દોનો ઉપયોગ કરે છે જે ઓછું ભણેલા લોકો માટે લગભગ શક્ય નથી. 


આ પણ વાંચોઃ સીમા હૈદર-સચિન મીણાની લવ સ્ટોરીનો The End,પરત મોકલાશે પાકિસ્તાન! જાણો દરેક વિગત


8મી મેનો મોબાઈલ બિલ, તે જ દિવસે બન્યો પાસપોર્ટ
સીમા હૈદરની પાસેથી 8 મેનું મોબાઈલ બિલ મળી આવ્યું છે. અને 8 મી મેના રોજ સીમાનો પાસપોર્ટ પણ ઈશ્યુ થયેલો છે. તેના બે દિવસ બાદ એટલે કે 10મી મેના રોજ તેણે પાકિસ્તાન છોડી દીધુ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube