શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના મલૂરા પરિમપોરા વિસ્તારમાં એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષાદળોએ એક પાકિસ્તાની આતંકી અને લશ્કર એ તૈયબાના ટોપના કમાન્ડર સહિત બે આતંકીઓનો ખાતમો કર્યો છે. અથ઼઼ડામણમાં એક સહાયક કમાન્ડન્ટ, સબ ઈન્સ્પેક્ટર અને સીઆરપીએફનો એક જવાન ઘાયલ થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લશ્કરનો ટોપ કમાન્ડર ઠાર
કાશ્મીર ઝોન પોલીસના જણાવ્યાં મુજબ માર્યા ગયેલા આતંકીઓમાંથી એકનું નામ અબરાર છે અને તે ઘાટીમાં લશ્કરનો ટોપ કમાન્ડર હતો. સુરક્ષાદળોએ ઘટનાસ્થળેથી ભારે સંખ્યામાં હથિયાર અને ગોળા બારૂદ જપ્ત કર્યા છે. આ ઉપરાંત સમગ્ર વિસ્તારમાં હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે. 


કાશ્મીરના આઈજીપી વિજયકુમારના જણાવ્યાં મુજબ લશ્કર એ તૈયબાના ટોપના કમાન્ડર અબરારની ગઈ કાલે ધરપકડ કરાઈ હતી. પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું હતું કે એકે-47 રાઈફલ ક્યાં મૂકી છે. હથિયાર જપ્ત કરાવવા માટે જ્યારે તે ઘરમાં ગયા તો ત્યાં છૂપાયેલા તેના સાથીએ સુરક્ષાદળોના જવાનો પર ફાયરિંગ કર્યું હતું. સુરક્ષાદળોએ પણ જવાબી કાર્યવાહી કરી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube