નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી(Jammu-Kashmir) કલમ 370 (Article 370) નાબૂદ કરાયા પછી ઘાટીમાં ફરીથી આતંકવાદીઓ(Terrorist) સક્રિય થઈ ગયા છે. ગુપ્તચર રિપોર્ટ અનુસાર કાશ્મીરમાં 237 આતંકવાદીઓ સક્રિય છે. જેમાં 166 સ્થાનિક આતંકવાદી છે, 107 પાકિસ્તાની(Pakistan) આતંકવાદી છે. ઘાટીમાં સૌથી વધુ 112 આતંકવાદી લશ્કર-એ-તૈયબાના છે અને 100 આતંકવાદી હિઝબુલ મુજાહિદ્દીનના છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઉપરાંત આતંકવાદી સંગઠન જૈશના 59 અને અલ-બદર ગ્રૂપના 3 આતંકવાદી સક્રિય છે. સૂત્રોએ જણાવ્યું કે, દક્ષિણ કાશ્મીરમાં 158, ઉત્તર કાશ્મીરમાં 96 અને મધ્ય કાશ્મીરમાં પણ મોટી સંખ્યામાં આતંકવાદીઓ સક્રિય છે. આ આતંકવાદીઓ રાજ્યમાં 19 મોટા આતંકવાદી હુમલા કરવાનું કાવતરું ઘડી રહ્યા છે. 


પાક. નાગરિકની અપીલ 'PM મોદીજી!' અમારા પર 70 વર્ષથી તથા અત્યાચારમાંથી આઝાદ કરાવો


પાકિસ્તાનના પંજાબમાં તાલીમ
જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવાયા પછી પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં સક્રિય આતંકવાદી સંગઠનોએ સ્થાનિક લોકોની ભરતી શરૂ કરી છે. ભારતીય સેનાના સૂત્રોએ બુધવારે આ માહિતી આપતા જણાવ્યું કે, પાકિસ્તાની સેના દ્વારા છેલ્લા 45 દિવસથી નિયંત્રણ રેખાની નજીક આતંકી લોન્ચ પેડ સક્રિય કરાયા છે. 


સેનાના એક અધિકારીએ જણાવ્યું કે, ગુપ્તચર અહેવાલોમાં જાણવા મળ્યું છે કે, લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા બે મુખ્ય આતંકવાદી સંગઠનો પાકિસ્તાનના પંજાબમાં આતંકીઓને તાલીમ આપવાનું શરૂ કર્યું છે. પાકિસ્તાનની સેનાએ તેની બોર્ડર એક્શન ટીમ(બેટ)ને ભારતના ઉરી, કેરન, પૂંછ, મેંઢર અને નૌશેરા વિસ્તારમાં સરહદને અડીને આવેલા વિસ્તારોમાં તૈનાત કરી છે. તેમની મદદથી મોટી સંખ્યામાં આતંકવાદીઓની ઘુસણખોરીનો પાકિસ્તાનનો પ્લાન છે. 


સેનાના એક અન્ય અધિકારીએ જણાવ્યું કે, "આતંકવાદીઓના લોન્ચ પેડ નિયંત્રણ રેખાથી 100મીટરથી માંડીને 2 કિમીના અંતર વચ્ચે સક્રિય છે. આ લોન્ચ પેડ પર આતંકવાદીઓની સંખ્યા 150થી 240ની વચ્ચે છે."


જુઓ LIVE TV...


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....